Not Set/ બ્લેક ફંગસના પડકાર વચ્ચે બાળકોના ‘મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ નું જોખમ, નિષ્ણાતો શું કહે છે તે જાણો

બાળકોમાં મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS_C) નવી ચિંતા તરીકે ઉભરી આવી છે.

Health & Fitness Trending
president bolsonaro fined in brazil 3 બ્લેક ફંગસના પડકાર વચ્ચે બાળકોના 'મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ' નું જોખમ, નિષ્ણાતો શું કહે છે તે જાણો

તબીબી નિષ્ણાતો હજી સુધી કોરોના ચેપથી સાજા થતાં દર્દીઓમાં બ્લેક ફંગસના પડકાર સામે લડી રહ્યા છે. ત્યાં કોરના પછી બાળકોમાં વધુએક બીમારી માથું ઊંચકી રહી છે. હવે, બાળકોમાં મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ (MIS_C) નવી ચિંતા તરીકે ઉભરી આવી છે.

 રિપોર્ટમાં જણાવાયું છે કે આ સિન્ડ્રોમના કારણે બાળકોમાં ઘણા અંગો પ્રભાવિત થાય છે. આ સિન્ડ્રોમ સામાન્ય રીતે કોરોના ચેપના કેટલાક અઠવાડિયા પછી જોવા મળે છે. કોરોનાથી સ્વસ્થ થતા બાળકોને આ સિન્ડ્રોમથી ચેપ લાગવાનું જોખમ છે.

ફોર્ટિસ હેલ્થકેરના બાળ ચિકિત્સક ડો.યોગેશકુમાર ગુપ્તાએ કહ્યું હતું કે-  હું સ્પષ્ટ કહી નથી શકતો કે આ રોગ  કેટલો ખતરનાક છે. કે જીવ માટે જોખમી છે, પરંતુ તેમાં કોઈ શંકા નથી કે કેટલીકવાર આ ચેપ બાળકોને ખરાબ અસર કરે છે. તે બાળકોના હૃદય, યકૃત અને કિડનીને ખરાબ અસર કરે છે. આ ચેપ કોરોના થાય છે તેના ચારથી છ અઠવાડિયા પછી થાય છે. ‘મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ (એમઆઈએસ-સી) એ કોરોના સામે લડવા માટે શરીરમાં બનાવવામાં આવતી એન્ટિજેનની પ્રતિક્રિયાનું પરિણામ છે.

CDC Issues Update Regarding MIS-C and COVID-19 in Children | VOICE

ડો.યોગેશકુમાર ગુપ્તા કહે છે કે કોરોના ચેપ એ એક રોગ છે, જેના વિશે હાલમાં પણ કઈ કહી શકાય તેમ નથી. મોટાભાગના કિસ્સાઓમાં, ચેપ ના લક્ષણો હળવા હોય છે. હકીકતમાં, જયારે કોરોના ગ્રસ્ત બાળકોમાં એન્ટિબોડીઝ બને છેત્યારે આ લક્ષણો જોવા મળે છે.  આ એન્ટિબાયોટિક બાળકોના શરીરમાં પ્રતિક્રિયા આપે છે. આનાથી શરીરમાં એલર્જી અથવા અન્ય ચેપ થાય છે. ‘મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ (એમઆઈએસ-સી) બાળકોના હૃદય, યકૃત અને કિડની જેવા અવયવોને અસર કરે છે. આ તમામ બીમારી કોરોનાથી સ્વસ્થ્ય થયા બાદ જોવા મળે છે.

What Parents Should Know about Multisystem Inflammatory Syndrome in  Children (MIS-C) | Children's Hospital Los Angeles

ડો.યોગેશકુમાર ગુપ્તાના જણાવ્યા અનુસાર, ગયા વર્ષે ફોર્ટિસ હેલ્થકેરમાં આવા ત્રણ કેસ થયા હતા. તે જ સમયે, બીજી તરંગમાં બે કેસ થયા છે. ભારતીય આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયામાં રોગચાળાના નિષ્ણાંત અને સ્ટેટ કોવીડ તકનીકી સલાહકાર સમિતિના સભ્ય ડો.ગિરીધર આર. બાબુ જણાવે છે કે ‘મલ્ટિ સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ’ના અભ્યાસને અવગણી શકાય નહીં. આ સિન્ડ્રોમ માટે સઘન તપાસની જરૂર છે.

Complication Constellation | Harvard Medical School

MISC બીમારીના લક્ષણો :
–ઠંડી લાગવા સાથે તાવ આવવો
–આંખ, હોઠ, શરીર પર લાલાશ આવવી
–ઝાડા ઉલટી થવી.
–બાળકને કમજોરી આવવી
–બાળકના શરીર પર સોજો આવવો..