Technology/ Tecno Spark 7 Pro આવતા સપ્તાહે ભારતમાં થશે લૉન્ચ, ઓછી કિંમતમાં મળશે આ જોરદાર ફીચર્સ

ટેકનો ઈન્ડિયાએ પાછલા મહિને જ Spark 7 સીરીઝ અંતર્ગત Tecno Spark 7 Proને ગ્લોબલી લૉન્ચ કર્યું છે. આ પહેલા આ સીરીઝ અંતર્ગત બે અન્ય ફોન Spark 7 અને Spark 7 Pro લૉન્ચ થયા છે. હવે કંપની ભારતીય બજારમાં આ સીરીઝના ચોથા ફોન Tecno Spark 7 Proને લૉન્ચ કરવા જઈ રહી છે. Tecno Spark 7 Pro […]

Tech & Auto
Untitled 297 Tecno Spark 7 Pro આવતા સપ્તાહે ભારતમાં થશે લૉન્ચ, ઓછી કિંમતમાં મળશે આ જોરદાર ફીચર્સ

ટેકનો ઈન્ડિયાએ પાછલા મહિને જ Spark 7 સીરીઝ અંતર્ગત Tecno Spark 7 Proને ગ્લોબલી લૉન્ચ કર્યું છે. આ પહેલા આ સીરીઝ અંતર્ગત બે અન્ય ફોન Spark 7 અને Spark 7 Pro લૉન્ચ થયા છે. હવે કંપની ભારતીય બજારમાં આ સીરીઝના ચોથા ફોન Tecno Spark 7 Proને લૉન્ચ કરવા જઈ રહી છે. Tecno Spark 7 Pro ભારતમાં 25 મે એ લૉન્ચ થવા જઈ રહ્યો છે.

લૉન્ચિગ પહેલા ફોનના કેટલાક ફીચર્સ પણ સામે આવ્યા છે. Tecno Spark 7 Proમાં 6.6 ઈંચની એચડી પ્લસ ડિસ્પ્લે મળી શકે છે જેનો રિફ્રેશ રેટ 90Hz હશે. ફોનમાં મીડિયાટેક હીલીયો G80 પ્રોસેસર મળશે જેની સાથે 6GB રેમ અને 128GBનું સ્ટોરેજનો સપોર્ટ મળશે.

જ્યાં સુધી કેમેરાનો સવાલ છે તો Tecno Spark 7 Proમાં 48 મેગાપિક્સલનો ટ્રીપલ રિયર કેમેરા સેટઅપ મળી શકે છે. તદ્દપરાંત ફોનમાં એન્ડ્રૉઈડ 11 આધારિત HiOS 7.5 મળી શકે છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર મળશે

Tecno Spark 7 Proમાં 8 મૈગાપિક્સલનો સેલ્ફી કેમેરા અને કેમેરા સાથે એઆઈનો સપોર્ટ મળશે. તદ્દપરાંત ફોનમાં ડ્યુઅલ સિમ સપોર્ટ, 4G LTE, ડ્યુઅલ બેન્ડ, વાઈ-ફાઈ, બ્લૂટૂથ 5.0, GPS અને 3.5MMનો ઑડિયો જેક મળી શકે છે. ફોનમાં 5000mAhની બેટરી મળશે જે 10Wનું ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ કરશે.