Not Set/ 40,000 ખેડૂતો મુંબઇ પહોંચ્યા, માંગણીઓ નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ

મુંબઇ, લોન માફી સહિતની અનેક માંગણીઓ સાથે લગભગ 30,000થી વધુ ખેડુતો મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(માર્ક્સવાદી)ના નેજા નીચે ઓલ ઇન્ડિયા કિસાન સભાનો મોરચો મુંબઇ પહોંચ્યો છે.છેલ્લાં પાંચ દિવસથી મહારાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી અનેક કિલોમીટર કાપીને ખેડુતો સોમવારે વહેલી સવારથી મુંબઇ એકઠાં થયાં હતા. લાલ વાવટા સાથે મુંબઇ પહોંચેલા ખેડુતો હવે મહારાષ્ટ્ર […]

Top Stories
mumbai farmer 40,000 ખેડૂતો મુંબઇ પહોંચ્યા, માંગણીઓ નહીં સંતોષાય તો વિધાનસભાનો ઘેરાવ

મુંબઇ,

લોન માફી સહિતની અનેક માંગણીઓ સાથે લગભગ 30,000થી વધુ ખેડુતો મુંબઇના આઝાદ મેદાનમાં પહોંચ્યા છે. કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા(માર્ક્સવાદી)ના નેજા નીચે ઓલ ઇન્ડિયા કિસાન સભાનો મોરચો મુંબઇ પહોંચ્યો છે.છેલ્લાં પાંચ દિવસથી મહારાષ્ટ્રના જુદા જુદા ગામોમાંથી અનેક કિલોમીટર કાપીને ખેડુતો સોમવારે વહેલી સવારથી મુંબઇ એકઠાં થયાં હતા.

લાલ વાવટા સાથે મુંબઇ પહોંચેલા ખેડુતો હવે મહારાષ્ટ્ર વિધાનસભાનો ઘેરાવ કરવાના મુડમાં છે.

ઓલ ઇન્ડિયા કિસાન સભાની માંગણી છે કે ખેડુતોનું દેવુ માફ કરવામાં આવે,વીજળીના બિલો પણ માફ કરવામાં આવે સાથે સાથે સરકાર સ્વામીનાથન કમિશને કરેલી ભલામણોનો સત્વરે સ્વીકાર કરે.

ખેડુતોનું એમ પણ કહેવું છે, કે હવામાન બદલવાથી દર વર્ષે પાકને નુકસાન થાય છે. પાકને નુકસાન થવાથી તેમને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડે છે.

ખેડુતોની આ મહારેલીને ધ્યાનમાં રાખીને મુંબઇમાં ભારે પોલિસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ ચાલી રહેલી બોર્ડની પરીક્ષાઓને પણ ધ્યાનમાં રાખીને મુંબઇના રસ્તાઓ પર અનેક પોલિસકર્મીઓને તૈનાત કરાયા છે.

બીજી તરફ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, તેમની સરકાર ખેડૂતો સાથે વાતચીત માટે તૈયાર છે. સીએમ દેવેન્દ્ર ફડણવીસે ખેડૂતો સાથે વાત કરવા માટે 6 મંત્રીઓની કમિટી બનાવી છે.