Not Set/ ૩૦૦૦૦થી વધુ ખેડૂતો પહોંચ્યા મુંબઈ, પોતાની માંગોને લઇ વિધાનસભા ઘેરવાની તૈયારીમાં

મુંબઈ, લોન માફી, ખેતપેદાશોના મહત્તમ ભાવ અને સ્વામીનાથન કમિશનને લાગુ કરવા સહિતની અપૂરતી માંગોને લઇ વિરોધ કરી રહેલા ખેડૂતો મુંબઈ પહોચ્યા છે. મહારાષ્ટ્રના નાસિકથી નીકળેલા ૩૦૦૦૦ થી વધુ ખેડૂતોનો મોર્ચો રવિવારે મુંબઈ પહોચ્યો હતો. મુંબઈ પહોંચ્યા બાદ ખેડૂતોનો મોરચો થાણે થઈને હવે વિધાનસભા પહોચવાની તૈયારીમાં છે જ્યાં તેઓ સોમવારે ગૃહને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે. […]

India
mm ૩૦૦૦૦થી વધુ ખેડૂતો પહોંચ્યા મુંબઈ, પોતાની માંગોને લઇ વિધાનસભા ઘેરવાની તૈયારીમાં

મુંબઈ,

લોન માફી, ખેતપેદાશોના મહત્તમ ભાવ અને સ્વામીનાથન કમિશનને લાગુ કરવા સહિતની અપૂરતી માંગોને લઇ વિરોધ કરી રહેલા ખેડૂતો મુંબઈ પહોચ્યા છે. મહારાષ્ટ્રના નાસિકથી નીકળેલા ૩૦૦૦૦ થી વધુ ખેડૂતોનો મોર્ચો રવિવારે મુંબઈ પહોચ્યો હતો. મુંબઈ પહોંચ્યા બાદ ખેડૂતોનો મોરચો થાણે થઈને હવે વિધાનસભા પહોચવાની તૈયારીમાં છે જ્યાં તેઓ સોમવારે ગૃહને ઘેરવાની તૈયારી કરી રહ્યા છે.

બીજી બાજુ પોતાની અપૂરતી માંગોને લઇ મુંબઈ પહોચેલા આ મોર્ચાને કેટલીક રાજનૈતિક પાર્ટીઓનો સાથ મળવાનો પણ શરુ થઇ ગયો છે જેમાં સરકારમાં સાથી પક્ષ શિવસેના પણ સામેલ છે. શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પુત્ર અને યુવા સેનાના અધ્યક્ષ આદિત્ય ઠાકરેએ ખેડૂતો સાથે મુલાકાત કરી હતી અને તેમની માંગોને લઇ વાતચીત કરી હતી.

વિપક્ષી પાર્ટી કોંગ્રેસ પહેલેથી જ આ મોર્ચાને પોતાનું સમર્થન આપી ચૂકી છે. જયારે એમએનએસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ ખેડૂતો સાથે મુલાકાત કરવાના છે. આ ખેડૂત સભાના અધ્યક્ષ ડો.અશોક ધવલેએ જણાવ્યું હતું કે, આ મોર્ચાને શિવસેના, એમએનએસ, આપ, કુણબી સેના, આગરી સેના અને કુણબી પ્રતિષ્ઠા દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે.

આઝાદ મેદાનપર જ રોકવામાં આવશે ખેડૂતોના મોર્ચાને

નાશિકથી નીકળી મુંબઈ પહોચેલા આ મોર્ચા દ્વારા સોમવારે વિધાનસભા ઘેરવાની તૈયારી કરવામાં આવી રહી છે. ત્યારે આ સ્તિથીને લઇ સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પોતાની તૈયારીઓ ઝડપી બનાવવામાં આવી રહી છે. આ અંગે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ખેડૂતોના આ મોર્ચાને આઝાદ મેદાન પર જ રોકી દેવામાં આવશે.

પરિવહનમાં કરવામાં આવ્યો ફેરફાર

બીજી બાજુ આ ખેડૂત મોર્ચાના મુંબઈમાં આગમનને લઇ પોલીસ દ્વારા પરિવહનમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. સવારે ૯ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી પરિવહન માર્ગો પર ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ઇસ્ટન એક્સ્પ્રેસ હાઇવેથી દક્ષિણ મુંબઈ તરફ જવાવાળા માર્ગોમાં આનંદનગર ટોલનાકું, મુલુંડથી સોમૈયા મેદાન અને સાયન સુધી ભારદારી વાહનોના પ્રવેશ પર પાબંધી લગાવવામાં આવી છે. આ ઉપરાંત થાણેથી મુંબઈ સુધી જનારા ભારદારી વાહનો અને માલવાહક વાહનો માટે કલવા, વિટાવા, એરોલી અને વાશી ખાડી પુલથી ડાઈવર્ઝન આપવામાં આવ્યું છે.