Case/ ગાંધી પરિવારને કેમ ઇડીએ પાઠવ્યું સમન્સ,શું છે નેશનલ હેરાલ્ડ કેસ,જાણો તમામ વિગત

ભારત સરકારની (INDIAN GOVERMENT) એજન્સી ઇડી(ED) દ્વારા ગાંધી પરિવારને સમન્સ પાઠવવામાં આવ્યું છે, આ મામલે કોંગ્રેસ આજે દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ (PRESS CONFRENCE) કરી રહી છે

Top Stories India
7 21 ગાંધી પરિવારને કેમ ઇડીએ પાઠવ્યું સમન્સ,શું છે નેશનલ હેરાલ્ડ કેસ,જાણો તમામ વિગત

ભારત સરકારની (INDIAN GOVERMENT) એજન્સી ઇડી(ED) દ્વારા ગાંધી પરિવારને સમન્સ પાઠવવામાં આવ્યું છે, આ મામલે કોંગ્રેસ આજે દેશભરમાં પ્રેસ કોન્ફરન્સ (PRESS CONFRENCE) કરી રહી છે,કોંગ્રેસ કહે છે કે ભાજપ બદલાની અને નીચલા સ્તરનું રાજકારણ રમી રહી છે. આ નેશનલ હેરાલ્ડ (NATIONAL HERALD) કેસ શું છે,અને કેમ આ મામલે ગાંધી પરિવારને ED તરફથી સમન્સ કેમ મોકલી રહી છે,જાણો તેના વિશે.

નેશનલ હેરાલ્ડ અખબાર કેસમાં કોંગ્રેસના અધ્યક્ષા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ઇડી દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યાં છે, હાલ સોનિયા ગાંધી કોરોના પોઝિ઼િવ છે તેથી તેમને 23 જૂને હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ગાંધી પરિવારના બન્ને પર આક્ષેપ છે કે તેમણે કોંગ્રેસ પક્ષનાં ભંડોળનો અંગત સ્વાર્થ માટે ઉપયોગ કર્યો. આ આક્ષેપ લગાવનારા ભાજપના અગ્રણી નેતા સુબ્રહ્મણ્યમ સ્વામીએ આ મામલે કેસ કર્યો હતો

શું છે નેશનલ હેરાલ્ડનો મામલો

ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીએ નેશનલ હેરાલ્ડ અંગે  કેસ કર્યો હતો. નેશનલ હેરાલ્ડ અખબાર દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1938માં શરૂ કરાવ્યું હતું.  તે 2008માં બંધ કરી દેવાયું હતું. સુબ્રમણ્યમે આક્ષેપ કર્યો છે કે સોનિયા અને રાહુલ ગાંધીએ વિશ્વાસ સંપાદન કર્યો છે. સ્વામીએ કહ્યું કે કોંગ્રેસે 26 ફેબ્રુઆરી, 2011ના રોજ ધ એસોસિયેટ જર્નલ્સ લિમિટેડ(ટીએજેએલ) પર 90 કરોડ રૂપિયાનું દેવું હતું, જે કોંગ્રેસે તેના પોતાના પર લીધું. ત્યાર બાદ માત્ર 50 લાખ રૂપિયામાં યંગ ઈન્ડિયા કંપનીમાં ફ્રેશ શેર લીધા અને સંપૂર્ણ નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું. કંપની યંગ ઈન્ડિયનમાં સોનિયા અને રાહુલનો 38-38 ટકા હિસ્સો છે. બાકીનો હિસ્સો મોતીલાલ વોરા અને ઓસ્કર ફર્નાન્ડિઝ પાસે સરખા પ્રમાણમાં વહેચ્યો હતો.

શું છે આક્ષેપ?

સુબ્રમણ્યમ સ્વામીએ  આ મામલે કહ્યું હતું કે , કેન્દ્ર સરકારે હેરાલ્ડ હાઉસને અખબાર ચલાવવા માટે જમીન આપી હોવાથી તેનો વ્યાવસાયિક હેતુ માટે ઉપયોગ કરી શકાય નહીં, આમ છતાં પાસપોર્ટ સેવા કેન્દ્રનું સંચાલન હેરાલ્ડ હાઉસથી જ થઈ રહ્યું છે.’
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી પર સુબ્રહ્મણ્યમે લગાવેલા આક્ષેપોમાં પ્રથમ દૃષ્ટિએ કેટલાક પુરાવા મળ્યા હોવાથી કોર્ટે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને સમન્સ પાઠવ્યાં હતા,આ મામલે હાલ ઇડીએ સમ્સ પાઠવ્યા છે , આ કેસમાં 7 વર્ષની જેલની સજાથી માંડીને આજીવન કારાવાસની સજા પણ થઈ શકે છે.