ભાવ વધારો/ અમદાવાદ માટે માઠા સમાચાર, AMTS અને BRTSની મુસાફરી પડશે મોંઘી !

અમદાવાદની જીવાદોરી કહેવાતી બસ AMTS અને BRTSનું ભાડું વધી જશે. જી હા તાજેતરમાં જ AMCના હોદ્દેદાર અને કમિશનર વચ્ચે બેઠક મળવાની છે,

Top Stories Ahmedabad
AMTS BRTS

અમદાવાદના લોકો માટે એક માઠા સમાચાર છે, આગામી દિવસોમાં અમદાવાદની જીવાદોરી કહેવાતી બસ AMTS અને BRTSનું ભાડું વધી જશે. જી હા તાજેતરમાં જ AMCના હોદ્દેદાર અને કમિશનર વચ્ચે બેઠક મળવાની છે, જેમાં બસના ભાડામાં કરવાના વધારે ને લઈને નિર્ણય લેવામાં આવશે.

આ અગાઉ અમદાવાદમાં 2014માં બસના ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ હવે આ અંગે AMC નિર્ણય કરવા જઈ રહી છે. એટલે કે ફરી એકવાર સામાન્ય માણસને તકલીફ વેઠવાની થઇ શકે છે. જો કે એ પણ સામે આવ્યું છે કે બંને જગ્યાએ ભાડા ને સરખા કરી દેવામાં આવશે. જેમાં મિનિમમ ભાડું 5 રૂપિયા બંને બસોમાં કરવામાં આવશે. એટલે કે AMTS બસના મિનિમમ ભાડા ૩ રૂપિયાથી વધારીને  5 રૂપિયા કરી દેવામાં આવશે. આ ઉપરાંત મિનિમમ ભાડું 5 રૂપિયા અને મેક્સિમમ 30 રૂપિયા કરી દેવામાં આવશે.

વિદ્યાર્થીને મળતા પાસનો ભાવ પણ વધારવામાં આવ્યો છે. જેમાં 300 રૂપિયાથી વધારીને તેને 400 રૂપિયા કરી દેવામાં  આવ્યો છે. આ ઉપરાંત મનપસંદ ટીકીટ જે 35 રૂપિયાની મળતી હતી તેનો ભાવવધારીને 45 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા આ ભાડું વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMC હોદ્દેદારો અને કમિશનરની બેઠક મળશે અને તેમાં બંને બસોના ભાડાના વધારાને લઈને વાત કરવા આવશે. ભાજપના નેતા દ્વારા આ બાબતને લઈને સમંતિ આપી દેવામાં આવી છે. એટલે કે આગામી થોડાક દિવસોમાં આ અંગેની માહિતી તૈયાર કરી લોકો સુધી પહોચાડવામાં આવશે. આ ઉપરાંત બંને બસો ખોટમાં પણ ચાલી રહી છે.

 

આ પણ વાંચો:થરાદના ખેડૂતોએ  4થી5 વર્ષથી ઉછેરેલા દાડમનાં પાકમાં મોટું નુકસાન

આ પણ વાંચો:બિપોરજોયના કહેરથી ધરતી પુત્રને રોવાનો વારો, દિયોદરમાં બાજરીના પાકોનો સત્યાનાશ

આ પણ વાંચો:સુરતમાં રાજ્ય સરકારના મંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ

આ પણ વાંચો:અનૈતિક સંબંધમાં કિન્નર એ યુવકને જીવતો સળગાવ્યો