મહારાષ્ટ્રમાં સર્જાયેલા જીવલેણ Maharashtra Accident અકસ્માતમાં 26 જણા જીવતા ભૂંજાયા છે. અકસ્માતની ગંભીરતા જોતા આંકડો વધી પણ શકે છે. મહારાષ્ટ્રમાં બુલઢાણામાં શુક્રવારે મોડી રાત્રે બસ અકસ્માત સર્જાયો હતો. યવતમાલથી પુણે જઈ રહેલી બસ પોલ સાથે અથડાઈ અને ડિવાઈડર પર ચઢીને પલટી ગઈ. તેના કારણે એમાં આગ લાગી ગઈ. બસમાં 33 લોકો સવાર હતા, જેમાં 26ના દાઝી જવાથી ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા.
બસની બારીના કાચ તોડીને આઠ લોકોએ Maharashtra Accident પોતાનો જીવ બચાવ્યો હતો. બુલઢાણા જિલ્લાના સિંદખેડારાજા નજીક પિંપલખુટા ગામ નજીક સમૃદ્ધિ મહામાર્ગ એક્સપ્રેસ વે પર મોડી રાતે લગભગ 1.30 વાગ્યે આ અકસ્માત થયો હતો. બુલઢાણાના એસપી સુનીલ કડાસેને જણાવ્યું કે, અકસ્માતમાં બસનો ડ્રાઈવર બચી ગયો છે.
તેણે જણાવ્યું કે ટાયર ફાટી ગયા પછી આ અકસ્માત થયો હતો. બાદમાં બસની ડીઝલ ટાંકીમાં આગ લાગી હતી, જેના કારણે આગ ફેલાઈ ગઈ હતી. આ અકસ્માતમાં 3 બાળકોનાં પણ મોત થયા છે.
બસનો દરવાજો નીચેની તરફ દબાઈ જતાં કોઈ Maharashtra Accident બહાર નીકળી શક્યું ન હતું. નજરે જોનારના જણાવ્યા અનુસાર ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવી દીધો હતો. બસ પહેલા લોખંડના પોલ સાથે અથડાઈ હતી. બાદમાં બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ગઈ હતી. બસ ડાબી તરફ પલટી હતી, જેના કારણે બસનો દરવાજો નીચેની તરફ આવી ગયો હતો. આવી સ્થિતિમાં લોકો પાસે બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પોલીસે બસમાંથી 25 મૃતદેહોને બહાર કાઢ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલા મૃતદેહોની ઓળખ કરવી મુશ્કેલ છે.
સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે બસ પલટી જવાને કારણે ડીઝલની ટાંકી ફાટી હતી. જેના કારણે રોડ પર ડીઝલ ફેલાઈ ગયું હતું. જેના કારણે આગ લાગી હતી. આગે થોડી જ વારમાં આખી બસને ઝપેટમાં લઈ લીધી હતી.
રાત્રે દોઢ વાગ્યાની આસપાસ અકસ્માત થયો
પોલીસે જણાવ્યું હતું કે અકસ્માતનો ભોગ બનેલી Maharashtra Accident લક્ઝરી બસ નાગપુરથી મુંબઈ જઈ રહી હતી, ત્યારે પિંપલખુટા ગામ પાસે આ અકસ્માત થયો હતો. મોડી રાત્રે લગભગ 1.30 વાગ્યાના આસપાસ તે પોલ સાથે અથડાઈને ડિવાઈડર સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ સાત મુસાફરો ગંભીર રીતે ઘાયલ છે, તેમને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અધિકારીએ જણાવ્યું કે મુસાફરો નાગપુર, વર્ધા અને યવતમાલના રહેવાસી હતા.
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ બુલઢાણા બસ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા મૃતકોના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ.5-5 લાખની સહાય આપવાની જાહેરાત કરી છે. આ સાથે મુખ્યમંત્રીએ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે.
આ પણ વાંચોઃ અંધાધૂંધ વરસાદ/ 2.5 ઈંચ વરસાદમાં સ્માર્ટ સિટીનું પાણી મપાયું, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી, પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલ
આ પણ વાંચોઃ RFID Card/ અમરનાથ ભક્તોને સરકારની ચેતવણી… આ આઈ-કાર્ડ વિના યાત્રા નહીં કરી શકો
આ પણ વાંચોઃ MP High Court/ સહમતિથી સંબંધ બાંધવાની ઉંમર 16 વર્ષ હોવી જોઈએ, હાઈકોર્ટે કહ્યું- ઈન્ટરનેટ યુગમાં બાળકો જલ્દી યુવાન થઈ રહ્યા છે
આ પણ વાંચોઃ GU-Vice Chancellor/ ગુજરાત યુનિવર્સિટીની સ્થાપનાના 73 વર્ષે મળ્યા પ્રથમ મહિલા કુલપતિ
આ પણ વાંચોઃ Gujarat Rains/ વરસાદનો મેટિની શોઃ સૌરાષ્ટ્રમાં વરસાદની ધડબડાટી, જૂનાગઢ પછી જામનગરનો વારો
