નવી દિલ્હી,
દેશના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીના વડપણ હેઠળની ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ માર્કેટમાં પ્રદાર્પણ કર્યાં બાદ આ સેકટરની અનેક સેવાઓમાં ધરખમ ફેરફાર થયા છે. જિયો દ્વારા માત્ર ડેટા જ સસ્તા આપવામાં આવી રહ્યા નથી, પરંતુ પોતાની કેટલીક સેવાઓ પણ બિલકુલ મફતમાં આપી રહ્યું છે.
રિલાયન્સ જિયો દ્વારા આ જ પ્રકારે એક સેવા કોલર/ હેલ્લો/ જિયો ટયુન છે. આ એક એવી સેવા છે જેમાં તમે પોતાના કોલરને પોતાનું મનપસંદ સોંગ સંભળાવી શકો છો. એટલે કે તમે કોઈ ફોન કરે તો તેઓને બોરિંગ ટ્રીંગ – ટ્રીંગની જગ્યાએ સારું કોઈ ગીત સાંભળવા મળશે.
અત્રે ઉલ્લેખનિય છે કે, જિયોના માર્કેટમાં આવતા પહેલા ટેલિકોમ કંપનીઓ આ સેવા માટે ૩૦ થી ૪૫ રૂપિયા પ્રતિમાસ ચાર્જ લેતી હતી. જો કે જિયોના લોન્ચિંગ બાદથી આ સેવા નિશુલ્ક કરવામાં આવી છે.
જો કે ત્યારબાદ જિયો સિવાયની અન્ય બાકી કંપનીઓએ આ સેવાને ફ્રી નથી કરી પણ તેના ચાર્જ અડધાથી પણ ઓછા કર્યાં છે.
જો તમારી પાસે જિયોની સીમ હોય અને આ સેવાનો લાભ ઉઠાવવા મંગા હોય તો આ સ્ટેપને ફોલો કરી શકો છો :
સૌથી પહેલા પોતાના સ્માર્ટફોનના પ્લે સ્ટોરમાંથી jio music એપ ડાઉનલોડ કરો.
ત્યારબાદ તમે પોતાનું મનપસંદ ગીત સર્ચ કરો જે તમે પોતાના કોલરને સંભડાવવા માંગો છો.
આ ગીતને પ્લે કરો. જયારે તમે આ ગીત પ્લે કરશો ત્યારે તમને set as jio tune નામથી એક ઓપ્શન મળશે. ત્યારબાદ આ ઓપ્શન પર ક્લિક કરો.
જયારે તમે આ ઓપ્શન પર ક્લિક કરશો એટલે તમારી પાસેથી બીજીવાર કન્ફર્મેશન માંગશે.
કન્ફર્મ કરતાની સાથે જ તમારી પાસે જિયો ટોન સર્વિસ એક્ટિવ થવાનો એક મેસેજ આવશે, ત્યારબાદ તમારું ગીત સેટ થઇ જશે.