Covid-19/ કોરોનાનો નવો સ્ટ્રેન 70 ટકા વધુ ઘાતક, જાણીલો આ 10 પોઇન્ટમાં COVID-19 નાં સ્ટ્રેન વિશે

કાળમુખો વધુ ઘાતક બન્યો હોવની વાત માત્રથી વિશ્વ દહેલી ઉઠ્યું છે. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવામાં આવતા, તે ધીરે ધીરે આખા વિશ્વમાં તેની અસરો ફેલાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

Top Stories Trending Mantavya Vishesh
corona કોરોનાનો નવો સ્ટ્રેન 70 ટકા વધુ ઘાતક, જાણીલો આ 10 પોઇન્ટમાં COVID-19 નાં સ્ટ્રેન વિશે

કાળમુખો વધુ ઘાતક બન્યો હોવની વાત માત્રથી વિશ્વ દહેલી ઉઠ્યું છે. બ્રિટનમાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન જોવામાં આવતા, તે ધીરે ધીરે આખા વિશ્વમાં તેની અસરો ફેલાઇ રહી હોવાનું સામે આવી રહ્યું છે. લંડન, દક્ષિણ-પૂર્વ ઇંગ્લેન્ડ અને પૂર્વ ઇંગ્લેંડ, ડેનમાર્ક અને ઓસ્ટ્રિયામાં કોરોના નવા સ્ટ્રેનમાં પ્રસરી રહ્યો હોવાનું સામે આવ્યા છે. વાયરસના નવા સ્ટ્રેનની અનિયંત્રિત પરિસ્થિતિને પગલે યુકેના કેટલાક શહેરોએ કડક લોકડાઉન સાથે પ્રતિબંધ લાદ્યી દેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ખૂબ જ ટૂંકા ગાળામાં ઇંગ્લેન્ડના ઘણા ભાગોમાં વાયરસ સૌથી સામાન્ય રીતે પ્રસરી ગયો છે.

કોરોનાનો આ નવો સ્ટ્રેન ઉત્તરી આયર્લન્ડ સિવાય સમગ્ર બ્રિટનમાં ફેલાઈ ગઈ છે, પરંતુ લંડન, દક્ષિણ-પૂર્વ ઇંગ્લેંડ અને પૂર્વી ઇંગ્લેન્ડમાં વધુ ચેપ લાગ્યાં છે. દુનિયાભરના વાયરસના આનુવંશિક કોડ પર નજર રાખતી એક સંસ્થા નેક્સસ્ટ્રેઇનના ડેટા દર્શાવે છે કે, ડેન્માર્ક અને ઓસ્ટ્રિયામાં પણ વાયરસ મળી આવ્યો છે, પરંતુ તે સ્થળોએ વાયરસ ફક્ત યુકેના લોકોથી જ આવ્યો છે. ઇટાલી, ફ્રાન્સ અને નેધરલેન્ડ્સમાં પણ આ વાયરસના કેટલાક કેસો જોવા મળ્યા છે. આ પ્રકારનો વાયરસ દક્ષિણ આફ્રિકામાં પણ મળી આવ્યો છે, પરંતુ તેનો બ્રિટનમાં જોવા મળતા વાયરસ સાથે કોઈ સંબંધ નથી.

British scientists investigating new strain of coronavirus, but downplay concerns | CBC News

કોરોના નવા સ્ટ્રેનની વિશે અને અગત્યની પાંચ મોટી બાબતો

1. વૈજ્ઞાનિકો માને છે કે, વાયરસની નવી વિવિધતામાં ઓછામાં ઓછા 17 નોંધપાત્ર ફેરફારો છે. સૌથી મહત્વપૂર્ણ ફેરફાર સ્પાઇક પ્રોટીન રુપાંતરણની ઝડપી પ્રક્રિયા છે.

2. સ્પાઇક પ્રોટીનનો ઉપયોગ વાયરસ દ્વારા આપણા શરીરના કોષોમાં પ્રવેશ કરવા માટે થાય છે. તે વાયરસની અન્ય સ્ટ્રેનને ઝડપથી બદલી રહી છે.

3. તેમાંનાં કેટલાક પરિવર્તનો શરિરના કોષોને ચેપ લગાડવાની વાયરસની ક્ષમતામાં વધારો કરતા હોવાનું અને માટે જ પ્રયોગશાળામાં પહેલેથી જ દર્શાવવામાં આવ્યા છે.

4 . આ સ્ટ્રેન ખૂબ જ ફેરફાર કરવા માટે સક્ષમ છે. નવો સ્ટ્રેન નબળી રોગપ્રતિકારક શક્તિવાળા દર્દીમાંથી વધુ બહાર આવ્યો છે, જે વાયરસને હરાવવામાં અસમર્થ હતો.

5. વૈજ્ઞાનિકોનાં મતે કોઈ પુરાવા નથી કે નવો સ્ટ્રેન ચેપને વધુ જીવલેણ બનાવે છે. વિકસિત રસી ચોક્કસપણે આ નવા સ્ટ્રેન પર પણ અસરકારક સાબિત થશે.

6. આ પ્રકારના વાયરસ (સ્ટ્રેન) ની ઓળખ VUI-2020/01 તરીકે કરવામાં આવી છે. તે ઝડપથી રોગચાળો ફેલાવી રહ્યો છે.

7. દક્ષિણ આફ્રિકાનાં વિજ્ઞાનીઓ દેશમાં 501.v2 નાં રુપમાં કોરોનાનાં નવા સ્ટ્રેનને દર્શાવ્યો છે.

8. એન 501 Y નામનું પરિવર્તન સ્પાઇકના સૌથી મહત્વપૂર્ણ ભાગને બદલે છે.

9. કોરોના વાયરસ, જે પ્રથમ વખત ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો, તે વિશ્વમાં જોવા મળતા વાયરસથી અલગ છે.

10. યુરોપમાં ફેબ્રુઆરીમાં D 614 G પ્રકારનો વાયરસ જોવા મળ્યો હતો. હાલમાં આ પ્રકાર વિશ્વભરમાં જોવા મળે છે.

UK's more infectious Covid strain 'out of control', countries ban flights | All you need to know - World News

સપ્ટેમ્બરમાં આ મામલો બહાર આવ્યો હતો

નવી સ્ટ્રેન સૌ પ્રથમ સપ્ટેમ્બર 2020 માં મળ્યો હતો, પરંતુ નવેમ્બરમાં લંડનમાં ચેપના પહેલા ક્વાર્ટરથી લોકોને વાયરસનો ચેપ લાગવાનો શરુ થયો હતો. તે જ સમયે ડિસેમ્બરના મધ્ય સુધીમાં આ સ્ટ્રેન બે તૃતીયાંશ કેસોમાં ચેપનું કારણ હોવાનું જાણવા મળ્યું છે.

70 ટકા વધુ ચેપી : નિષ્ણાતો

વાયરસનું નવું સ્વરૂપ 70 ટકા વધુ ચેપી હોવાનું કહેવામાં આવે છે, તેમ છતાં આરોગ્ય નિષ્ણાતો કહે છે કે તે કોઈ વધુ જીવલેણ છે કે તે રસીથી અલગ પ્રતિક્રિયા આપશે તેવા કોઈ પુરાવા નથી. ઇમ્પિરિયલ કોલેજ લંડનના ડો એરિક વોલ્જે જણાવ્યું છે કે તે કહેવું ખરેખર ઝડપી હશે, પરંતુ આપણે અત્યાર સુધી જે જોયું છે તે મુજબ, તે ભૂતપૂર્વ (વાયરસના પૂર્વ સ્વરૂપો) ની તુલનામાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે. પરંતુ તેના પર નજર રાખવી મહત્વપૂર્ણ છે. યુનિવર્સિટી ઓફ નોટિંગહામના વાઇરોલોજિસ્ટ પ્રોફેસર જોનાથન બાલ કહે છે કે હાલમાં જાહેરમાં જે પુરાવા મળી રહ્યા છે તે વાયરસ ખરેખર વ્યાપક પ્રમાણમાં વધી ગયો છે કે કેમ તે અંગે મક્કમ અભિપ્રાય અપાવવા માટે અપૂરતા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…