Surat/ સરકારી કર્મચારીએ લાંચ માટે અપનાવી નવી મોડસ ઓપરેન્ડી

પોલીસે તપાસ કરી ભાગીદારની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ લીધા હતા અને ઈકોસેલની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે,…………

Top Stories Gujarat
Image 2024 04 24T143731.767 સરકારી કર્મચારીએ લાંચ માટે અપનાવી નવી મોડસ ઓપરેન્ડી

Surat News: સરકારી અધિકારીએ લાંચ માટે નવો કિમીયો અપનાવ્યો છે. પૈસા લેવા માટે કોઈ થર્ડ પાર્ટી કે વહીવટદાર રાખવાના બદલે સગાંસંબંધીઓનો જ ઉપયોગ કરવામાં આવે છે. આવી જ એક ઘટનામાં સુરતના એક વેપારી વિરુદ્ધ મુંબઈ ખાતે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. આ વિગતના આધારે સુરત ઈકો સેલ દ્વારા A.S.I. સાગર સંજય પ્રધાન આરોપીને પકડવા ગયા હતા. ત્યારે પોલીસે આરોપી સાથે તેના ભાગીદારને પણ ઝડપી પાડ્યો હતો. એસીબીએ કાયદેસરની કાર્યવાહી કરી આ કર્મચારી વિરુદ્ધ પ્રમાણસર મિલકતની તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

પોલીસે તપાસ કરી ભાગીદારની ઓફિસમાંથી લેપટોપ, ડીવીઆર કંપનીના દસ્તાવેજો અને ડાયમંડ પણ લઈ લીધા હતા અને ઈકોસેલની કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા. જોકે, ગુનામાં સંડોવાયેલા વ્યક્તિને મુંબઈ પોલીસના હવાલે કરી દીધો હતો અને તેના ભાગીદારને છોડી મૂકવામાં આવ્યો હતો.

ઓફિસમાંથી લઈ ગયેલા તમામ મુદ્દા માલ પરત મેળવવા માટે ભાગીદારે અનેક વાર સાગર પ્રધાનને કહ્યું હતું. ત્યારે આ તમામ મુદ્દામાલ પાછો આપવા માટે સાગર પ્રધાને કરી હતી. જોકે રકઝકના અંતે પાંચ લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. ફરિયાદીએ આ મામલે સુરતના ACB એકમમાં ફરિયાદ કરી હતી. જેના આધારે આજ રોજ ટ્રેપ ગોઠવવામાં આવી હતી અને આ ટ્રેપમાં એએસઆઈ સાગર પ્રધાન વતી તેમનો વચેટીયો પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા સુરતના અલકાપુરી સર્કલ પાસે પકડાઈ ગયો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો:દિવ્યાંગ યુવતી સાથે દુષ્કૃત્ય કરી ગર્ભવતી બનાવનાર આરોપીની ધરપકડ

આ પણ વાંચો:સ્માર્ટ સિટી વડોદરામાં ભરઉનાળે નદીઓ વહી, અધિકારીઓ ઘોર નિંદ્રામાં

આ પણ વાંચો:પાલનપુરમાં મહેશ્વરી પેપરમિલમાં ગેસ ગૂંગળામણથી 3 મજૂરોના મોત