Not Set/ 300 આતંકીઓને પાડ્યા કે વૃક્ષોને,સેનાનું રાજકારણ બંધ કરો :નવજોત સિંહ સિદ્ધુ

ચંદીગઢ, પુલવામામાં હુમલા બાદ ભારતે POK સ્થિત બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓ પર હવે સવાલો ઉભા થઇ રહ્યા છે.ભારતે બાલાકોટમાં ત્રાસવાદી ઠેકાણાંઓ ઉડાવ્યા હતા અને દાવો એવો થઈ રહ્યો હતો કે આ એર સ્ટ્રાઈકમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા.હવે એવા સવાલો ઉભા થઇ રહ્યા છે કે ભારતે કરેલા હુમલામાં ખરેખર 300 આતંકીઓ […]

Top Stories India
Untitled 1 300 આતંકીઓને પાડ્યા કે વૃક્ષોને,સેનાનું રાજકારણ બંધ કરો :નવજોત સિંહ સિદ્ધુ

ચંદીગઢ,

પુલવામામાં હુમલા બાદ ભારતે POK સ્થિત બાલાકોટમાં કરેલી એર સ્ટ્રાઈકમાં માર્યા ગયેલા આતંકીઓ પર હવે સવાલો ઉભા થઇ રહ્યા છે.ભારતે બાલાકોટમાં ત્રાસવાદી ઠેકાણાંઓ ઉડાવ્યા હતા અને દાવો એવો થઈ રહ્યો હતો કે આ એર સ્ટ્રાઈકમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતા.હવે એવા સવાલો ઉભા થઇ રહ્યા છે કે ભારતે કરેલા હુમલામાં ખરેખર 300 આતંકીઓ માર્યા ગયા છે?

કૉંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્ધુએ  ટ્વિટ કર્યું છે કે, શું ત્યાં 300 આતંકીઓ મર્યા છે કે નહીં?હા કે ના.. જો નહીં તો આનો શું અર્થ છે? તેઓ ત્રાસવાદીઓને પાડવા ગયા હતા કે વૃક્ષોને..નવજોત સિંહ સિદ્ધુએ લખ્યું કે, શું તેઓ ત્યાં આતંકીઓને મારવા ગયા હતા કે ઝાડ ઉખેડવા. શું આ માત્ર એક ચૂંટણીલક્ષી નોટંકી છે. તેમણે લખ્યું છે કે, સેનાનું રાજકારણ કરવાનું બંધ કરો.

જેટલો દેશ પવિત્ર છે તેટલી જ સેના પણ પવિત્ર છે. ઉંચી દુકાન, ફીકા પકવાન.સિદ્ધુએ એક વિડીયો પણ પોસ્ટ કર્યો છે જેમાં બાલાકોટના અમુક સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે ત્યાં કોઈ નુકસાન નથી થયું. રવિવારે બીજેપી પ્રમુખ અમિત શાહે એક રેલીમાં દાવો કર્યો છે કે, એરસ્ટ્રાઈકમાં 250 આતંકીઓને ઠાર કર્યા છે. અમિત શાહના આ દાવા પછી ઘણાં નેતાઓએ સવાલ ઉભા કર્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, કોંગ્રેસ નેતા કપિલ સિબલએ પૂછ્યું છે કે, સેનાએ કોઈ સંખ્યા નથી જણાવી તો બીજેપી અધ્યક્ષને કેવી રીતે ખબર પડી કે કેટલા લોકો મર્યા છે.