Not Set/ 104 બાળકોને ભરખી જનાર કોટાની હોસ્પિટલની મુલાકાતે આવતા રાજસ્થાનનાં આરોગ્ય મંત્રી માટે બિછાવાઇ લીલીછમ કાર્પેટ !!

રાજસ્થાનનાં કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. ડિસેમ્બર સુધીમાં, આ હોસ્પિટલમાં 104 જેટલા બાળકોનાં મોત નીપજ્યાં છે.  આવા સમયે, રાજ્યના આરોગ્ય મંત્રી શુક્રવારે આ હોસ્પિટલની મુલાકાત લેવા જઇ રહ્યા હતા, ત્યારે તેમના સ્વાગતમાં લીલી કાર્પેટ બિછાવવામાં આવી હતી. એ વાત અલગ છે કે, ત્યાર હાજર મીડિયાને જોઇને તેને તાત્કાલિક દૂર કરવામાં […]

Top Stories India
kota hospital 104 બાળકોને ભરખી જનાર કોટાની હોસ્પિટલની મુલાકાતે આવતા રાજસ્થાનનાં આરોગ્ય મંત્રી માટે બિછાવાઇ લીલીછમ કાર્પેટ !!

રાજસ્થાનનાં કોટાની જે.કે. લોન હોસ્પિટલમાં પરિસ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. ડિસેમ્બર સુધીમાં, આ હોસ્પિટલમાં 104 જેટલા બાળકોનાં મોત નીપજ્યાં છે.  આવા સમયે, રાજ્યના આરોગ્ય મંત્રી શુક્રવારે આ હોસ્પિટલની મુલાકાત લેવા જઇ રહ્યા હતા, ત્યારે તેમના સ્વાગતમાં લીલી કાર્પેટ બિછાવવામાં આવી હતી.

એ વાત અલગ છે કે, ત્યાર હાજર મીડિયાને જોઇને તેને તાત્કાલિક દૂર કરવામાં આવી હતી. એટલું જ નહીં, એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે, આરોગ્ય મંત્રીની મુલાકાત પહેલા આ હોસ્પિટલને પેઇન્ટ પણ કરવામાં આવી હતી અને વોર્ડની સફાઇ પણ કરવામાં આવી હતી. 

આપને જણાવી દઈએ કે રાજસ્થાનના આરોગ્ય મંત્રી રઘુ શર્માએ ગુરુવારે કહ્યું હતું કે અમને આ ઘટનાથી દુ: ખ થયું છે, બાળકોને તબીબી સંભાળ આપવી એ આપણી જવાબદારી છે. પરંતુ ઘણા બાળકોને અહીં ગંભીર હાલતમાં લાવવામાં આવ્યા હતા. જો ભાજપ ઈચ્છે તો ઓડિટ કરી શકે છે. અમે તમામ બાળકોને બચાવ્યા છે, જેઓ બચવાની સ્થિતિમાં હતા.

કેન્દ્ર સરકારે પણ આ મામલે સક્રિયતા દર્શાવી છે અને નિષ્ણાતોનો ટીમ કોટા મોકલવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં, કેન્દ્ર સરકારે રાજસ્થાન સરકારને આવી ઘટનાઓની પુનવર્તન અટકાવવા વધારાની સહાયની ખાતરી પણ આપી છે. 

આપણે જાણાવી દઇએ કે, કોટા હોસ્પિટલમાં બાળકોના મોતની પ્રક્રિયા અટકતી નથી અને ગત ડિસેમ્બર મહિનામાં આ આંકડો 100 ને વટાવી ગયો હતો. તો વર્ષ 2018-2019માં આ અંક 1005નો હતો. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.