Online gaming-GST/ દેશમાં ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડનો જીએસટી ચૂકવવા નોટિસ

દેશમાં ગેમિંગ કંપનીઓ ઉપર સરકારે આકરું વલણ અપનાવ્યું છે. જીએસટીએ ઓનલાઇન ગેમિંગ કંપનીઓ હજુ સુધી એક લાખ કરોડના બાકી નીકળતા ટેક્સની નોટિસ પાઠવી છે.

Top Stories India
Gaming GST દેશમાં ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડનો જીએસટી ચૂકવવા નોટિસ

નવી દિલ્હીઃ દેશમાં ગેમિંગ કંપનીઓ ઉપર સરકારે આકરું વલણ અપનાવ્યું છે. જીએસટીએ ઓનલાઇન ગેમિંગ કંપનીઓ હજુ સુધી એક લાખ કરોડના બાકી નીકળતા ટેક્સની નોટિસ પાઠવી છે. જીએસટી કાઉન્સિલના ઓગસ્ટમાં નિયમોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ઓનલાઇન ગેમિંગ ફોરમ પર લગાવેલા બેટની પૂર્ણ કિંમત પર 28 ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) લગાવવામાં આવશે.

જીએસટી મુજબ ટૅક્સ ચોરીના કિસ્સામાં ઑનલાઇન ગેમિંગ કંપનીઓનો હજુ સુધી એક લાખ કરોડ રૂપિયાનો ટેક્સ બાકી છે. જો કે, અધિકારીએ કહ્યું કે એક ઓક્ટોબર પછી ભારતમાં નોંધણી કરેલ વિદેશી ગેમિંગ કંપનીઓનો કોઈ ડેટા હજી ઉપલબ્ધ નથી. સરકાર દ્વારા જીએસટી કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે તે મુજબ એક ઓક્ટોબરથી વિદેશી ઓનલાઈન ગેમિંગ કંપનીઓ માટે ભારત તરફથી આવું કરવું જરૂરી છે. સીનિયર ઓફિસર જણાવ્યું હતું કે, “ઓનલાઇન ગેમિંગ કંપનીઓને જીએસટી અધિકારીઓ દ્વારા નજીક એક લાખ કરોડ રૂપિયાના નોટિસ મોકલાઈ ચૂકી છે.”

ગેમિંગ કંપનીઓને  શોકોઝ નોટિસ

ડ્રીમ 11 જેવા ઘણા ઓનલાઇન ગેમ પ્લેટફોર્મ અને ડેલ્ટા કોર્પ જેવા કેસીનો ઓપરેટર્સને ટેક્સની સંપૂર્ણ ચુકવણી ન કરવા માટે કારણદર્શક નોટિસ મળી છે. ગેમિંગ પ્લૅટફૉર્મ ફ્રૅક્રાફ્ટને 21,000 કરોડ રૂપિયાની જીએસટી ચોરી માટે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કારણદર્શક નોટિસ પાઠવાઈ હતી.

જુલાઈ અને અગસ્ટમાં જીએસટી કાઉન્સિલની બેઠકોમાં કાયદામાં સંશોધન

જીએસટી કાઉન્સિલને જુલાઈ અને ઓગસ્ટમાં બેઠકોમાં ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને હોર્સ રેસ પર બેટિંગને ટેક્સેબલ ગણવા કાયદાકીય મંજૂરી મળી હતી. આ કાયદા હેઠળ સાફ કરવામાં આવ્યું હતું કે બેટિંગમાં લાગી સંપૂર્ણ રકમ પર 28 ટકા જીએસટી લાગશે.


whatsapp ad White Font big size 2 4 દેશમાં ગેમિંગ કંપનીઓને એક લાખ કરોડનો જીએસટી ચૂકવવા નોટિસ


આ પણ વાંચોઃ નવી દિલ્હી/ India નહીં ભારત… તમામ પુસ્તકોમાં બદલાશે દેશનું નામ,જાણો કોણે આપી મંજૂરી

આ પણ વાંચોઃ Harish Rawat Accident/ પૂર્વ CM હરીશ રાવતની કારને નડ્યો અકસ્માત, જાણો કેવી છે તેમની હાલત?

આ પણ વાંચોઃ કરુણ ઘટના/ બેસ્ટ ગરબાનો એવોર્ડ જીતનાર કિશોરીને ઇનામમાં પિતાનું મોત મળ્યું,આયોજકોએ ઇનામને બદલે હત્યા કરી