Not Set/ દહેજ ન મળવાને કારણે સાસુ-સસરાએ મહિલાને ન્યૂડ કરીને પૂરા ગામમાં ફેરવી, લાકડી વડે માર્યો માર

ઓડિશામાં માનવતાને શરમજનક બનાવની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં દહેજ ન મળતાં સસરાએ એક મહિલાને ન્યૂડ કરી પૂરા ગામમાં ફેરવી અને લાકડીઓ વડે માર માર્યો હતો. મામલો ઓડિશાના કેન્દ્રપરા જિલ્લાના કોરુક ગામનો છે. કથિત રૂપે આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. માહિતી એવી છે કે […]

India
womn દહેજ ન મળવાને કારણે સાસુ-સસરાએ મહિલાને ન્યૂડ કરીને પૂરા ગામમાં ફેરવી, લાકડી વડે માર્યો માર

ઓડિશામાં માનવતાને શરમજનક બનાવની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં દહેજ ન મળતાં સસરાએ એક મહિલાને ન્યૂડ કરી પૂરા ગામમાં ફેરવી અને લાકડીઓ વડે માર માર્યો હતો. મામલો ઓડિશાના કેન્દ્રપરા જિલ્લાના કોરુક ગામનો છે. કથિત રૂપે આખી ઘટના કેમેરામાં કેદ થઈ ગઈ હતી અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Woman Stripped Naked, Beaten With Sticks by in-Laws in Odisha Over Non-payment of Dowry

માહિતી એવી છે કે દહેન ઓછુ હોવાને કારણે મહિલા પર વારંવાર ત્રાસ આપવામાં આવી રહ્યો હતો, મહિલાને અનેક હેરાન પણ કરાઇ છે. આ ઉપરાંત દહેજની માંગ કરવામાં આવી છે. આટલું કહેતા મહિલા તરફથી કોઇ દહેજ ન મળતા સસરાએ મહિલાને ન્યૂડ કરીને પૂરા ગામમાં ફેરવી હતી. અને ખૂબ માર માર્યો હતો.

Odisha: 24-Yr-Old Woman Stripped Naked, Assaulted By In-Laws For Dowry

દહેજ ન મળતાં સાસરિયાઓનો ત્રાસ
એક પોલીસ અધિકારીએ કહ્યું, ‘મહિલાના કાકાએ સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે, ત્યારબાદ આ કેસમાં તપાસ શરૂ કરવામાં આવી છે. નિકરાય પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર કાબૂલી બારીકના જણાવ્યા મુજબ, કેટલાક સ્થાનિક લોકોએ મહિલાને બચાવવા માટે હસ્તક્ષેપ કરવાની કોશિશ કરી, દહેન નહીં મળવાને કારણે આવો પ્રયાસ કર્યો હતો.

વિશેષ પોલીસ ટીમ બનાવવામાં આવી
ઈન્સ્પેક્ટર કાબૂલી બારિકે કહ્યું, ‘મહિલાનું નિવેદન નોંધવામાં આવ્યું છે. તેના સાસરિયાઓ વાળા ગામ છોડીને ભાગી ગયા છે અને તેમની શોધખોળ ચાલુ છે, જેના માટે એક વિશેષ પોલીસ ટીમ બનાવવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનારાઓની પણ શોધ કરવામાં આવી રહી છે.