Not Set/ જમ્મુ કાશ્મીર: ચનાપોરા પોસ્ટ પર હુમલો કરનારા જૈશના 3 આતંકીઓની ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં પોલિસે ચનાપોરા પોલિસ પોસ્ટ પર હુમલાના જવાબદાર જૈશના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ હુમલામાં એક પોલિસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા. જૈશના આ હુમલાખોરને પકડવા માટેના સતત પ્રયાસો બાદ પોલિસને તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે. શ્રીલંકાના એસએસપી હસીબ મુગલે કહ્યું હતું કે ગત શુક્રવારે થયેલા હુમલાનું ષડયંત્ર આ જ આતંકીઓએ ઘડ્યું હતું. […]

India
Terrorist arrested જમ્મુ કાશ્મીર: ચનાપોરા પોસ્ટ પર હુમલો કરનારા જૈશના 3 આતંકીઓની ધરપકડ

જમ્મુ કાશ્મીરમાં પોલિસે ચનાપોરા પોલિસ પોસ્ટ પર હુમલાના જવાબદાર જૈશના ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ હુમલામાં એક પોલિસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા.

જૈશના આ હુમલાખોરને પકડવા માટેના સતત પ્રયાસો બાદ પોલિસને તેની ધરપકડ કરવામાં સફળતા મળી છે. શ્રીલંકાના એસએસપી હસીબ મુગલે કહ્યું હતું કે ગત શુક્રવારે થયેલા હુમલાનું ષડયંત્ર આ જ આતંકીઓએ ઘડ્યું હતું. ધરપકડ બાદ આતંકીઓ પાસેથી એક ચિની પિસ્તોલ, 2 નૈગજીન અને 6 કારતૂસ કબ્જે કરવામાં આવી છે. વધુ તપાસ ચાલુ છે.

આજે સવારે બડગામના વાથુરા વિસ્તારમાં આતંકીઓની ધરપકડ કરાઇ હતી. તેની પાસેથી હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. જણાવી દઇએ ગત શુક્રવારે ચનાપોરા પોસ્ટ પર હુમલો કરાયો હતો જેમાં એક પોલિસ કર્મી ઇજાગ્રસ્ત થયા હતા. ઉગ્રવાદી સંગઠન અલ-ઉમર મુજાહિદ્દીને આ હુમલાની જવાબદારી સ્વીકારી હતી.