Not Set/ માઉન્ટ આબુ / ઠંડીમાં ઠુંઠવાયું,  -1 ડિગ્રી લઘુત્તમ તાપમાન

સવારે માઉન્ટ આબુના ઘાસવાળા મેદાનોમાં બરફની માત્ર સફેદ ચાદર દેખાઈ રહી હતી. તાપણા સળગાવી લોકોએ રાહત મેળવી સિરોહી જિલ્લામાં સ્થિત રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળો બરોબર જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શુક્રવારે આખો માઉન્ટ આબુ ઠંડીમાં કોકડું વળી ગયું હતું. સવારથી જ […]

India
rajiv satav 2 માઉન્ટ આબુ / ઠંડીમાં ઠુંઠવાયું,  -1 ડિગ્રી લઘુત્તમ તાપમાન

સવારે માઉન્ટ આબુના ઘાસવાળા મેદાનોમાં બરફની માત્ર સફેદ ચાદર દેખાઈ રહી હતી. તાપણા સળગાવી લોકોએ રાહત મેળવી

સિરોહી જિલ્લામાં સ્થિત રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં શિયાળો બરોબર જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન માઉન્ટ આબુનું લઘુત્તમ તાપમાન -1 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શુક્રવારે આખો માઉન્ટ આબુ ઠંડીમાં કોકડું વળી ગયું હતું.

સવારથી જ આ વિસ્તારમાં ઠંડીનું કાતિલ મોજું ફરી વળ્યું હતું. સવારે માઉન્ટ આબુના મેદાનોમાં ઘાસની સફેદ ચાદરમાં ફક્ત બરફ દેખાતો હતો. તાપણા સળગાવી લોકો રાહત મેળવી રહ્યા હતા. પરંતુ ઘરની બહાર નીકળ્યા બાદ જ ઠંડીથી થરથર ધ્રુજી રહ્યા હતા.

તાપમાન મૈન્સમાં જવાને કારણે ખુલ્લા વિસ્તારો, સોલર પ્લેટો, નક્કી તળાવમાં સવારે ઉભેલી નૌકાઓ પર સફેદ બરફની ચાદર જોવા મળી હતી. એક તરફ ઠંડીના કારણે લોકો ચિંતામાં મુકાઈ રહ્યા છે, તો બીજી તરફ માઉન્ટ આબુની મુલાકાત લેવા આવતા પ્રવાસીઓ આ શિયાળાની મજા માણી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ ભૂમધ્ય સમુદ્રમાં ઉદ્ભવતા અસમાન અને શક્તિશાળી ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’એ સમગ્ર ઉત્તર ભારતને છેલ્લા એક અઠવાડિયાથી ઠંડીમાં ધ્રુજાવી મુક્યું કે. ઠંડીનું મોજુ સમગ્ર ઉત્તર અને પશ્ચિમ ભારત પર ફરી વળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.