Patan News/ બ્લેસિંગ્સ વુમન હોસ્પિટલમાં PCPNDT એકટના કાયદાનો ભંગ, હેલ્થ ઓફિસરે 2 સોનોગ્રાફી મશીન કર્યા સીલ

પાટણમાં આવેલ બ્લેસિંગ્સ વુમન હોસ્પિટલના 02 સોનોગ્રાફી મશીન તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સીલ કરાયા છે. PCPNDT એકટના કાયદાનો ભંગ કરવામાં આવતો હતો. THO ડોક્ટર ભદ્રેશ પંચિવાલને અગાઉ નોટિસ આપી હતી છતા…..

Gujarat Others

Patan News : ગુજરાતના પાટણ શહેરમાં આવેલી વુમન હોસ્પિટલમાં ગેરકાયદેસર રીતે ચાલતા બે સોનોગ્રાફી મશીનને સીલ કરવામાં આવ્યા છે. પાટણ તાલુકા હેલ્થ ઓફિસરે આ કાર્યવાહી કરી છે. આ કાર્યવાહી પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નેટલ ડાયગ્નોસ્ટિક ટેકનીક્સ (PCPNDT) એક્ટના ભંગ બદલ કરવામાં આવી છે.

તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર ભદ્રેશ પંચિવાલે અગાઉ હોસ્પિટલને આ અંગે નોટિસ પાઠવી હતી. નોટિસ આપ્યા બાદ આ મુદ્દો ટેકનિકલ એડવાઇઝરી કમિટી (TAC) સમક્ષ મૂકવામાં આવ્યો હતો. TACએ તાત્કાલિક અસરથી મશીનો સીલ કરવાની ભલામણ કરી હતી. આ કાર્યવાહીથી અન્ય ગાયનેક ડોક્ટરોમાં ફફડાટ ફેલાયો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ કાર્યવાહીથી ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણને રોકવામાં મદદ મળશે.

પાટણની વુમન હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ થયા પહેલાં, ગુજરાતના અન્ય શહેરોમાં પણ આ પ્રકારની કાર્યવાહી થઈ છે. અમદાવાદ અને બાવળામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બદલ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા હતા.અમદાવાદમાં, એક હોસ્પિટલમાં ગર્ભસ્થ શિશુના લિંગ પરીક્ષણ માટે સોનોગ્રાફી મશીનનો ઉપયોગ થતો હોવાની માહિતી મળ્યા બાદ તેને સીલ કરવામાં આવ્યું હતું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ શહેરના ચાંદખેડા વિસ્તારમાં આવેલા વિજયા નર્સિંગ હોમનું સોનોગ્રાફી મશીન સીલ કરી દીધુ હતું. આ નર્સિંગ હોમ પર PCPNDT એક્ટ(પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રી-નટલ ડાઈગ્નોસ્ટિક્સ ટેક્નિક્સ)ના ઉલ્લંઘનનો આરોપ હતો.

અગાઉ AMCના મેડિકલ ઓફિસર ભાવિન સોલંકીએ કહ્યું કે, અમારી ટીમે નર્સિંગ હોમ પર દરોડા પાડ્યા અને જોયું કે અમુક પેપર્સમાં પણ ગરબડ છે. અમુક સોનોગ્રાફી ફોર્મ્સ પર કોઈ સિગ્નેચર નહોતા, અમુક ફોર્મમાં નામ અને સહીમાં અંતર હતું. અમને શંકા છે કે અહીં ગર્ભ નિરિક્ષણ થતુ હતું, જે ગેરકાયદેસર છે. અમે નર્સિંગ હોમને નોટિસ મોકલી છે અને તેમનું સોનોગ્રાફી મશીન સીલ કર્યું છે.જ્યારે બાવળામાં એક ક્લિનિકમાં નોંધણી વગર સોનોગ્રાફી મશીન ચલાવવામાં આવી રહ્યું હતું, જેના કારણે તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

@ Pravin Dargi


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વડોદરામાં હાહાકારઃ હીટવેવના લીધે હીટસ્ટ્રોકથી 9નાં મોત

આ પણ વાંચો:ભારે ગરમીએ મતદાન કાર્યકરો પર પાયમાલી કરી, 58 લોકોના મોત

આ પણ વાંચો:હીટસ્ટ્રોકથી 2નાં મોત, શબવાહીનીઓની માગમાં ચિંતાજનક વધારો