Not Set/ હોસ્પિટલમાં ઓક્સિજનની મોનેટરિંગ જીટીયુના ફેકલ્ટી કરશે

ઓક્સિજનની મોનેટરીંગ માટે જીટીયુના ફેકલ્ટી કરશે.

Gujarat

કોરોના મહામારીમાં ઓક્સિજનની અછતની પરિસ્થિતિ જોવા મળી હતી અને  અને જે પ્રમાણે બજારમાં કાળાબજારી થતી  હતી તેના લીધે અનેક દર્દીઓને ભારે હાલાકી જોવા મળી હતી. આ પરિસ્થિતિ ફરીવાર ના સર્જાય તેના માટે પગલાં લેવામાં આવ્યા છે. ઓક્સિજન અંગેની તમામ બાબતોનું ધ્યાન રાખવામાં આવશે અને તેની અછતના સર્જાય તે માટે પ્રશાસને આયોજન કર્યુ છે.  જીટીયુ રાજ્યની 14 જેટલી સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના વપરાશ અંગે મોનિટરિંંગ કરશે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અનુરોધ પર જીટીયુની 40 જેટલી મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગની ફેકલ્ટી વિભાગને મદદ કરશે.

ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટી- જીટીયુ અને રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ  વચ્ચે બુધવારે સરકારી હોસ્પિટલમાં ઓક્સિજનના યોગ્ય વપરાશ તેમજ મોનિટરિંગ બાબતે બેઠક થઇ હતી. જેમાં જીટીયુના મિકિનિકલ ડિપાર્ટમેન્ટની સીનિયર ફેકલ્ટીને ઓક્સિજન વપરાશની કામગીરીના મોનિટરિંગમાટેના ચક્રો ગતિમાન કરાયા છે. જે અંતર્ગત વિવિધ સરકારી હોસ્પિટલો માટે જીટીયુ તરફથી પ્રત્યેક હોસ્પિટલ દીઠ ત્રણ સભ્યોની નિમણૂંક કરવામાં આવશે. જેમાં એક સિનિયર ફેકલ્ટી, એક પીએચડી કે અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થી સહિતના ત્રણ સભ્યોનો સમાવેશ કરવામાં આવનાર છે.અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, ભાવનગર, હિંમતનગર, પાટણ, પાલનપુર, ભુજ, બરોડા, જામનગર, દાહોદ, જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં જીટીયુ એન્જીનિયરિંગ શિક્ષકોની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવશે.