Rajkot News/ રાજકોટવાસીઓ સાવધાન! અઠવાડિયામાં બીજીવાર પાણી કાપ, શહેરના આ 5 વોર્ડના વિસ્તારોમાં નહીં આવે પાણી

Rajkotમાં અઠવાડિયામાં બીજી વાર પાણી કાપ જાહેર. મવડી પમ્પિંગ સ્ટેશન પર સફાઈ કામગીરીને કારણે શનિવારે 5 વોર્ડમાં પાણી નહીં આવે.

NATIONAL Top Stories Rajkot
Rajkot Municipal Corporation Water Update

Rajkot Water Cut News Saturday: સ્માર્ટ સિટી રાજકોટમાં પાણીની સમસ્યા વકરી રહી હોય તેમ જણાય છે. વોટર મેનેજમેન્ટ યુનિટ દ્વારા મેન્ટેનન્સ અને સફાઈની કામગીરીને પગલે આગામી શનિવારે શહેરના 5 મહત્વના વોર્ડના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Rajkotમાં કયા વોર્ડ અને વિસ્તારો પ્રભાવિત થશે?

મવડી (પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી કાપ ઝીંકવામાં આવ્યો છે, જેના કારણે વોર્ડ નંબર 8, 10, 11, 12 અને 13 માં આગામી શનિવારે પાણી વિતરણ બંધ રહેશે.

Rajkot Municipal Corporation Water Update

શા માટે લેવાયો આ નિર્ણય?

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોટર મેનેજમેન્ટ યુનિટના જણાવ્યા અનુસાર, મવડી પમ્પિંગ સ્ટેશન ખાતે GSR સફાઈની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ ઉપરાંત, જેટકો ફિલ્ટરપ્લાન્ટથી આવતી પાઈપલાઈન જોડાણનું પણ મહત્વનું કામ કરવાનું હોવાથી પાણી પુરવઠો બંધ રાખવાની ફરજ પડી છે.

અઠવાડિયામાં બીજો પાણી કાપ

ઉલ્લેખનીય છે કે, આ પહેલા હજુ ગત 31 જાન્યુઆરી, 2026 ના રોજ પણ વોર્ડ નં. 4, 5, 7 અને 14 માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. બેડી ફિલ્ટર પ્લાન્ટ અને ગ્રીનલેન્ડ હેડવર્કસ હેઠળના કામોને કારણે ત્યારે પાણી કાપ મુકાયો હતો અને હવે ફરી એકવાર અઠવાડિયામાં જ બીજો કાપ આવતા ગૃહિણીઓની મુશ્કેલીમાં વધારો થશે.

રાજકોટના પ્રભાવિત વિસ્તારોના રહેવાસીઓને અપીલ કરવામાં આવે છે કે તેઓ અગાઉથી પાણીનો સંગ્રહ કરી લે જેથી શનિવારે કોઈ અગવડ ન પડે.


આ પણ વાંચો:સુરતમાં પાણી-મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો, ચારનાં મોત

આ પણ વાંચો: અમદાવાદના નરોડા વિધાનસભા મતવિસ્તારમાં પાણીની સમસ્યા

આ પણ વાંચો: રાજકોટની જીવાદોરી મનાતો આજીડેમ ઓવરફ્લો, પાણીની સમસ્યા હલ થવાની આશા