Patan News : હારીજ સમી હાઇવે પુલ પર બાઇક સવાર યુવાન સમી તાલુકાના તારોરા ગામથી હારીજ તરફ આવી રહ્યો હતો ત્યારે સરવાલ ગામના પુલ પર બાઇક સવાર યુવાન અચાનક સ્લીપ મારી જતા રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ઘટના સ્થળે સ્થાનિક લોકો દોડી આવી ઇમરજન્સી તથા પોલીસ ને જાણ કરી હતી.
ઘટનાની જાણ થતાં પરિવારજનો તથા હારીજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી ભારત વિકાસ પરિષદ એમ્બ્યુલન્સ મારફતે યુવાનને પી.એમ. અર્થે હારીજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામા આવ્યો હતો. પ્રાથમિક માહિતીમાં 28 વર્ષીય યુવાન તારોરા ગામનો શૈલેષભાઈ વેલાભાઈ વાલ્મિકી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે અકસ્માતનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
@ રવિ દરજી, હારીજ
આ પણ વાંચો: વડોદરામાં વિવિધ માર્ગ અકસ્માતમાં પાંચનાં મોત
આ પણ વાંચો: અમદાવાદના નરોડા પાટિયામાં અકસ્માતના CCTV આવ્યા સામે
આ પણ વાંચો: Shooter Manu Bhaker ની નાની અને મામાનું માર્ગ અકસ્માતમાં મોત
