Ahmedabad News/ અમદાવાદના નરોડા પાટિયામાં અકસ્માતના CCTV આવ્યા સામે

અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.

Top Stories Ahmedabad Gujarat

Ahmedabad News: અમદાવાદ(Ahmedabad)ના નરોડા પાટિયા વિસ્તારમાં અકસ્માત (Accident) થતાં આશાસ્પદ યુવકનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું છે. કાર ચાલકે રોંગ સાઈડમાં કાર પાર્ક કરી દરવાજો ખોલતા પાછળથી આવતા યુવકને ટ્રકે ટક્કર મારતા ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. યુવકના મોતથી પરિવારમાં માતમ થવાયો છે, પોલીસે સીસીટીવીની મદદથી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરમાં ગઈકાલે નરોડા પાટિયા વિસ્તારમાં કાર ચાલકની ગફ્લતે આશાસ્પદ યુવકનો જીવ લેતા અરેરાટી ફેલાઈ ગઈ હતી. ઘટનાના CCTV સામે આવ્યા છે, જેમાં દેખાઈ રહ્યું છે, કે કાર ચાલકે રસ્તા વચ્ચે કાર રોકી દરવાજો ખોલતા પાછળથી આવતા બાઇક ચાલકને દરવાજાની ટક્કર વાગતા બે લોકો રસ્તા પર પડ્યા હતા. તે જ વખતે પાછળથી આવતી ટ્રક એક બાઈક ચાલક પર ફરી વળતાં ટ્રકના ટાયર નીચે આવી જતા એકનું મોત નિપજ્યું છે, અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો છે.

નોંધનીય છે કે ફ્લાયઓવરની કામગીરીને લઇ રસ્તો સાંકડો બન્યો છે ત્યારે દરરોજ સાંકડા રસ્તા પર ટ્રાફિક જામ થઈ જતો હતો. રસ્તા ઉપર નાના મોટા વાહનો દોડતા હોવાથી અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના CCTVમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત

આ પણ વાંચો:અકસ્માત પીડિતાની બાઇકની ચોરી કરનાર 3 લોકો અકસ્માતનો શિકાર બન્યા, પહોંચ્યા હોસ્પિટલ

આ પણ વાંચો:દાહોદના ઝાલોદમાં બે અકસ્માતમાં છના મોતથી સનસનાટી