Surendranagar News/ લીંબડી-અમદાવાદ હાઈવે પર દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને ટ્રકની ટક્કર, 1નું મોત અને 7 ગંભીર ઈજાગ્રસ્ત

Surendranagar Accident: સુરેન્દ્રનગરના કાનપરા ગામ નજીક લીંબડી-અમદાવાદ હાઈવે પર દ્વારકા જતા પદયાત્રીઓના સંઘને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં એકનું મોત થયું છે અને સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

Top Stories Gujarat Others
Surendranagar Accident: દ્વારકા જતા પદયાત્રીઓ પર ટ્રક ફરી વળ્યો, 1નું મોત અને 7 ગંભીર ઈજાગ્રસ્ત

Surendranagar News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી-અમદાવાદ હાઈવે પર કાનપરા ગામ નજીક ગંભીર અકસ્માત (Surendranagar Accident) સર્જાયો છે. દ્વારકાધીશના દર્શન માટે પગપાળા જઈ રહેલા 65થી વધુ શ્રદ્ધાળુઓના સંઘને ટ્રકે અડફેટે લેતાં એક પદયાત્રીનું મોત થયું છે, જ્યારે અન્ય સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત બાદ ટ્રકચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

Surendranagar Accident: પદયાત્રીઓના સંઘને ટ્રકે ટક્કર મારી

મળતી માહિતી મુજબ, 65થી વધુ શ્રદ્ધાળુઓનો સંઘ પગપાળા દ્વારકા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સંઘ કાનપરા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે પાછળથી આવેલા ટ્રકે પદયાત્રીઓને ટક્કર મારી (Kanpara Village Accident) હતી. અચાનક બનેલી ઘટનાને પગલે સંઘમાં અફરાતફરી મચી ગઈ હતી અને અનેક પદયાત્રીઓ રસ્તા પર પટકાયા હતા.

એકનું મોત, સાત ઈજાગ્રસ્ત

અકસ્માતમાં એક પદયાત્રીનું ગંભીર ઈજાઓને કારણે મોત થયું (Gujarat Road Accident) હતું. જ્યારે અન્ય સાત પદયાત્રીઓને ઈજાઓ પહોંચતાં સ્થાનિક લોકો અને વાહનચાલકોએ મદદ માટે દોડી આવીને તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હાલ ઈજાગ્રસ્તોની તબીબોની દેખરેખ હેઠળ સારવાર ચાલી રહી છે.

ટ્રકચાલક ફરાર, પોલીસની તપાસ શરૂ

અકસ્માત સર્જ્યા બાદ ટ્રકચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો (Hit And Run) હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી ટ્રકચાલકને શોધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ અકસ્માતને પગલે હાઈવે પર પદયાત્રા કરતા શ્રદ્ધાળુઓની સુરક્ષા અંગે ફરી સવાલો ઊભા થયા છે.


આ પણ વાંચો: સાસરી જતી દિશા રસ્તામાં જ કાળનો કોળિયો બની: હાથીજણ સર્કલ પાસે ટ્રકની ટક્કરે મોત

આ પણ વાંચો: ઉના-વેરાવળ રોડ પર ટ્રકની ટક્કરે 18 વર્ષની યુવતીનું મોત, માતા બેભાન

આ પણ વાંચો: અમરેલીના લુણસાપુર નજીક ટ્રકની ટક્કરે બાઈકચાલકનું મોત, 22 વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો