Man Throat Slit by Kite String Navsari : ઉતરાયણ પર્વ નજીક આવતા જ પતંગની ઘાતક દોરી જીવલેણ સાબિત થઈ રહી છે. નવસારી જિલ્લાના ચીખલીમાં પતંગની દોરીથી એક યુવકનું ગળું કપાયાની ગમખ્વાર ઘટના સામે આવી છે. ચીખલીમાં કાવેરી નદીના બ્રિજ પાસેથી પસાર થતા સમયે સારવણી ગામના યુવકને દોરી (Kite String) ભેરવાતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
કાવેરી બ્રિજ પાસે સર્જાયો અકસ્માત
મળતી વિગતો અનુસાર, સારવણી ગામના રહેવાસી સુનિલ પટેલ નામના યુવક પોતાની બાઈક પર કાવેરી નદીના બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન અચાનક પતંગની દોરી (Kite String) તેમના ગળામાં આવી ગઈ હતી. દોરી એટલી ધારદાર હતી કે યુવકનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું અને તે લોહીલુહાણ હાલતમાં રસ્તા પર પટકયો હતો.

યુવકના ગળે લેવાયા 18 ટાંકા
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ યુવકની ગંભીરતા જોઈ તાત્કાલિક સારવાર શરૂ કરી હતી. યુવકના ગળાના ભાગે ઊંડો ઘા હોવાથી અંદાજે 18 જેટલા ટાંકા લેવા પડ્યા છે. હાલ યુવકની હાલત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: બોરસદ ચોકડી બ્રિજ પર પતંગની ઘાતક દોરીથી યુવકનું ગળુ કપાયું
આ પણ વાંચો: પ્લાસ્ટિકની દોરી પક્ષી અને માણસ માટે થઈ ઘાતક સાબિત
આ પણ વાંચો: અમદાવાદ યુથ ફેડરેશને પતંગ દોરી રસ્તા પરથી એકઠી કરી,દોરી દહન ન કાર્યક્રમ કર્યો..
