Banaskantha News : બનાસકાંઠામાંથી મોટી માત્રામાં શંકા સ્પદ ઘી નો જથ્થો ઝડપાયો છે. ડીસા (Deesa)માં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે સંદિગ્ધ ઘીનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. શુદ્ધ ઘીના નામે નકલી ઘી (Fake Ghee)વેચતી ત્રણ પેઢીઓ પર દરોડા પાડી 1444 કિલોથી વધુ શંકાસ્પદ ઘી (Suspected Ghee)નો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે. ફ્રુડ વિભાગની ટીમે બાતમીના આધારે શહેરની ત્રણ અલગ અલગ પેઢીઓ પર એક સાથે દરોડા પાડ્યા હતા. આ દરોડા દરમિયાન શુદ્ધ ગાયના ઘીના નામે વેચાતો 1444 કિલો સંદિગ્ધ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા ઘીની બજાર કિંમત 8 લાખ 28 હજાર 490 રૂપિયા આંકવામાં આવી છે.ફૂડ વિભાગ દ્વારા ‘પરિવાર કાઉ ઘી’, ‘કવિરાજ કાઉ ઘી’ અને ‘શ્રેષ્ઠ કાઉ ઘી’ જેવી બ્રાન્ડના ડબ્બા કબજે લેવામાં આવ્યા છે.

પ્રાથમિક તપાસમાં આ ઘી ભેળસેળયુક્ત હોવાની આશંકા છે. વિભાગે તમામ ઘીનો જથ્થો સીઝ કરીને તેના નમૂના FSL એટલે કે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપ્યા છે.ફૂડ વિભાગે ડીસા (Deesa) માં આવેલી ચંદ અમૃતભાઈ પંચીવાલા ની તાસવી માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડક્ટ માંથી પરિવાર કાઉ ઘી નો 2,68,800₹નો 448 કિલો ગ્રામ ઘી નો જથ્થો તેમજ નિકુંજ ધર્મેશભાઈ મોદીની શ્રી બહુચર ડેરી પ્રોડક્ટ માંથી કવીરાજ કાઉ ઘી નો 2,51,440 નો 449 કિલોગ્રામ જથ્થો તેમજ રાહુલકુમાર દિનેશકુમાર પાવાલા ની જયવીર માર્કેટિંગ એન્ડ ડેરી પ્રોડેક્ટ માંથી શ્રેષ્ઠ ઘી નો 3,08250₹નો 547 કિલોગ્રામ જથ્થો મળી કુલ 1,44 કિલો થી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો પ્રાપ્ત કરી 8,28,490 નો મુદ્દા માલ જપ્ત કરવામાં આવ્યો છે.
આ તમામ ત્રણ પેઢી ઉપરથી સેમ્પલ લઇ અને એફએસએલ ના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે જોકે મહત્વની વાત એ છે કે તાસવી એન્ટરપ્રાઇઝમાં અગાઉ પણ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને લાખો રૂપિયાનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો .તાસ્વી એન્ટરપ્રાઇઝમાં વર્ષ 2019માં ડિસેમ્બર માસમાં 2,42 લાખનો 55 કિલોગ્રામ જથ્થો,વર્ષ 2024માં ઓક્ટોબર માસમાં 14 લાખનો 2529 કિલોગ્રામ જથ્થો વર્ષ 2025માં ઓગસ્ટ માસમાં 1,67 લાખનો 132 કિલોગ્રામ જથ્થો તેમજ વર્ષ 2025 ના નવેમ્બર માસમાં 1,79 લાખનો 320 કિલોગ્રામ જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો.
જોકે રાજસ્થાનના બાડમેરમાં પણ તાસવી એન્ટરપ્રાઇઝનું સેમ્પલ ફેલ ગયું હતું અને સીજ કરેલો જથ્થો વેચી દેતા વડગામ કોર્ટમાં પણ 35,000 ની પેનલ્ટી કરવામાં આવી હતી અને બનાસકાંઠા ફૂડ વિભાગ દ્વારા પણ લાયસન્સ રદ કરેલું હતું ત્યારે બનાસકાંઠા જિલ્લામાં જે પ્રકારે નકલી ઘી (Fake Ghee)નો કાળો કારોબાર ચાલી રહ્યો છે જેનો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પર્દાફાશ કર્યો છે અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
