Not Set/ કોવીડ-૧૯ની ગાઈડલાઈનની તકેદારી સાથે રાજકોટના બાગ-બગીચા જન્માષ્ટમી પર ખુલ્લા રહેશે

પરંતુ આ તમામ સ્થળોએ કોવીડની ગાઈડલાઈનનો અમલ કરવાનો રહેશે. તેમજ કોવીડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે.

Top Stories Gujarat

સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીના તહેવારોનો ખુબજ મહત્વ હોય છે.રાજકોટમાં હરવા ફરવાની શોખીન જનતા માટે જન્માષ્ટમીના તહેવાર પર બાગ બગીચા ખુલ્લા રાખવાનો નિર્ણય રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો છે. પરંતુ આ તમામ સ્થળોએ કોવીડની ગાઈડલાઈનનો અમલ કરવાનો રહેશે. તેમજ કોવીડ ગાઈડલાઈનનો અમલ રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય સ્થળોએ મેડીકલ ટીમો, સિક્યુરિટી વ્યવસ્થા કરવામાં આવશે.

Famous Jubilee Garden in Rajkot, Things to Do in Jubilee Garden

મહારાષ્ટ્ર / કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેની તબિયત લથડી, મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં કરાયા દાખલ

મેયર ડૉ.પ્રદિપ ડવ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, અને બાગ બગીચા સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી એક સંયુક્ત યાદીમાં જણાવે છે.તેમજ શહેરીજનોએ પણ કોરોના સાવ ખતમ નથી તે ધ્યાનમાં રાખી કોવીડ ગાઈડલાઈનનું પાલન કરવા તેમજ ખાસ કરીને બાળકોની ખાસ તકેદારી રાખવા અંતમાં પદાધિકારીઓ દ્વારા અપીલ કરેલ છે.

Aji Dam Garden in Rajkot, Timing and Entry Fees of Aji Dam Garden

ગુજરાત હાઇકોર્ટ / ગુજરાત સરકારની લવજેહાદના મુદ્દે કલમ 5 પર પુન:વિચારણાની અરજી ફગાવતી હાઇકોર્ટ

વૈશ્વિક કોરોના મહામારીના કારણે ઘણા તહેવારો, કાર્યક્રમો વિગેરે બંધ રાખવામાં આવેલ. હાલમાં, શહેરમાં કોરોના ખુબજ નહીવત છે. રાજ્ય સરકાર દ્વારા પણ જન્માષ્ઠમીને ધ્યાનમાં રાખી છુટછાટ આપવામાં આવેલ છે. જેથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ આગામી જન્માષ્ઠમીના તહેવારો ધ્યાનમાં રાખી રાજકોટ પ્રાણીઉદ્યાન તેમજ શહેરમાં આવેલ બાગ-બગીચાઓ ખુલ્લા રાખવામાં આવશે.

હુમલાની દહેશત / આતંકવાદીઓ કાબુલ એરપોર્ટ પર કરી શકે છે મોટો હુમલો