Gandhinagar News/ દસ્તાવેજની નોંધણીમાં તલાટીનો દાખલો અમાન્યઃ નાયબ રજિસ્ટ્રાર

સરકારે તલાટી-કમ-મંત્રી દ્વારા આચરવામાં આવતા નિરંકુશ ભ્રષ્ટાચારને નાથવા માટે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તેના પરિણામે મિલકતનું આયુષ્ય નક્કી કરવા અને ખેતીની જમીનને બિનપિયત ગણવા માટે હવેથી તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવતા દાખલા કે પ્રમાણપત્રનો આધાર લેવાશે નહીં.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News: નાયબ રજિસ્ટ્રારે તલાટી-કમ-મંત્રી દ્વારા આચરવામાં આવતા નિરંકુશ ભ્રષ્ટાચારને નાથવા માટે ક્રાંતિકારી નિર્ણય લીધો છે. તેના પરિણામે મિલકતનું આયુષ્ય નક્કી કરવા અને ખેતીની જમીનને બિનપિયત ગણવા માટે હવેથી તલાટી કમ મંત્રી દ્વારા આપવામાં આવતા દાખલા કે પ્રમાણપત્રનો આધાર લેવાશે નહીં. તેના કારણે ભ્રષ્ટાચારનો એક મોટો માર્ગ બંધ થશે અને આ રસ્તે ભ્રષ્ટાચાર કરનારાઓને મોટો ફટકો પડશે.

મિલકતના દસ્તાવેજોની નોંધણી કરતી કચેરીના ધ્યાનમાં આવ્યું હતું કે રાજ્યના કેટલાક સબ રજિસ્ટ્રારો વેચાણ દસ્તાવેજોમાં મિલકતની બજારકિંમત નક્કી કરવા માટે તલાટીના દાખલાનો ઉપયોગ કરતાં હતા. વાસ્તવમાં આ પદ્ધતિનો મુખ્ય હેતુ મિલકતની કિંમત હોય છે તેના કરતાં ઓછી બતાવવાનો અને તેના દ્વારા વેચાણ લેનાર પક્ષકાર દ્વારા ભરવામાં આવતી સ્ટેમ્પ ડ્યુટીની રકમ ઘટાડવાનો હતો. આના કારણે રાજ્ય સરકારની તિજોરીને મોટો ફટકો પડતો હતો. તલાટીઓએ મુક્ત મને આવા પ્રમાણપત્રો જારી કરીને બેફામ ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું કચેરીના ધ્યાન પર આવ્યુ હતુ. તેના પગલે આ નિર્ણય લેવાની ફરજ પડી છે. સરકારના આ નિર્ણયના કારણે તલાટીઓની ભ્રષ્ટાચાર તરીકે જાણીતી ચાપાણીની પ્રથા બંધ થઈ જશે. આમ ભ્રષ્ટાચારને મળતું ભરણપોષણ બંધ થઈ જશે.

કહેવાય છે કે પાઘડીનો વળ છેડે તેમ આવા અનેક ભ્રષ્ટાચારના કિસ્સાઓ ધ્યાન પર આવતા નાયબ નોંધણી સર નિરીક્ષક એસ આર તાબિયારે પરિપત્ર બહાર પાડ્યો છે. તેમા સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યના બધા સબ રજિસ્ટ્રારોએ સૂચના આપવામાં આવી છે કે કોઈપણ બાબતે તલાટીના દાખલાના આધારે દસ્તાવેજની નોંધણી કરવી જ નહી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાત પોલીસની સ્પેશ્યલ ડ્રાઇવ…100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકીંગ!…વિકાસ સહાય

આ પણ વાંચો:રાજ્યમાં આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ અનુસંધાને રાજ્યના પોલીસ વડા  વિકાસ સહાયની મહત્વપૂર્ણ બેઠક

આ પણ વાંચો:DGP વિકાસ સહાય ભુજની મુલાકાતે, અરજદારો સાથે લોક દરબાર યોજ્યો