- ભાવનગર સિવિલ હોસ્પિ.ના AC યુનિટમાં બ્લાસ્ટ
- CMના આગમન પૂર્વે હોસ્પિ.ના AC યુનિટમાં બ્લાસ્ટ
- CMના કાર્યક્રમના ડોમની પાછળ સેન્ટ્રલ AC યુનિટમાં બ્લાસ્ટ
- કાર્યક્રમ સ્થળે ગોઠવાયે AC યુનિટમાં બ્લાસ્ટ બાદ આગ
- સ્થાનિક સ્ટાફે આગ પર મેળવ્યો કાબુ
- કેન્સર હોસ્પિ.ના લોકાર્પણ માટે CM કાલે ભાવનગર આવશે
ભાવનગર સિવિલ હોસ્પિ.ના AC યુનિટમાં બ્લાસ્ટ થયો હોવાનું સામે આવ્યું છે. અહીં મુખ્યમંત્રીના આગમન પહેલા એસી યુનિટમાં બ્લાસ્ટ થયો હતો. મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યક્રમ માટેના ડોમમાં ઉપયોગમાં લેવાનાર સેન્ટ્રલ એસી યુનિટમાં બ્લાસ્ટ થયો હતો એસી યુનિટમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી જે બાદ અફરાતફરીનો માહોલ સર્જાયો હતું.

આ પણ વાંચો : ધોરાજીમાં પતિએ જ પત્નીને ચોથા માળેથી નીચે ફેંકીને કરી હત્યા, પછી કર્યું આવું…
આપને જણાવી દઈએ કે, આવતી કાલે કેન્સર હોસ્પિટલના લોકાર્પણ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવનગરના પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે મુખ્યમંત્રીના આગમન પૂર્વે જ બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ હતી. જાણવા મળી રહ્યું છે કે, એસી યુનિટ કંપ્રેસરમાં આગ લાગતાં સ્થાનિક સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી.

આ પણ વાંચો : બનાસકાંઠામાં કોરોનાનો રાફડો ફાટ્યો, થરાદમાં 20 BSF જવાનોને પોઝિટિવ
નોંધનીય છે કે, શહેરની સર તખ્તસિંહજી હોસ્પિટલ કેમ્પસમાં નિર્મિત કેન્સર હોસ્પિટલનું આવતી કાલે વિજય રૂપાણી લોકાર્પણ કરવાના છે. કેન્સર હોસ્પિટલ ના લોકાર્પણ ની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કેન્સર હોસ્પિટલનું લોકાર્પણ થશે.
આ પણ વાંચો :ત્રણ માળનું મકાન તાશના પત્તાની જેમ થયું ધરાશાયી, માંડ બચ્યા બે પરિવારના સભ્યો
