સેન્ટ પીટ્સબર્ગ,
ફિફા વર્લ્ડકપની ફાઇનલમાં ફ્રાન્સ પહોંચી ગયું છે. ફ્રાન્સે સેમી ફાઇનલમાં બેલ્જિયમને 1-0 થી હાર આપી છે. હવે ફાઈનલમાં ફ્રાન્સનો મુકાબલો ઇંગ્લેન્ડ અથવા ક્રોએશિયા સાથે થશે.
આ વિજય સાથે ફ્રાન્સ છેલ્લાં 6 વર્લ્ડકપમાં ત્રીજીવાર ફાઇનલમાં પ્રવેશ કરશે.
Match #61 | #FRA 1-0 #BEL #FRABEL pic.twitter.com/0ZJ9WOcHEq
— FIFA World Cup (@FIFAWorldCup) July 10, 2018
સેન્ટ પીટ્સબર્ગમાં રમાયેલી સેમિફાઇનલમાં ફ્રાન્સના ડિફેન્ડેર સેમ્યુઅલ ઉમટીટીએ સેકન્ડ હાફમાં ગોલ ફટકારીને ફ્રાન્સને વિજય અપાવ્યો હતો.
Samuel Umtiti heads @FrenchTeam into the #WorldCup Final 💪
👀 TV listings 👉 https://t.co/xliHcxWvEO
📺 Highlights 👉 https://t.co/LOdKDX2Cwn pic.twitter.com/PzIZ2OHGmA— FIFA World Cup (@FIFAWorldCup) July 10, 2018
મેચમાં બેલ્જિયમ 64 ટકા જેટલું હાવી રહ્યું હતું પરંતુ ફ્રાન્સનું ડિફેન્સ મજબૂત રહ્યું હતું. ફ્રાંસના કાયલિન બપ્પે અને એન્ટોનીએ બેલ્જિયમને ફાવવા દીધું નહોતું. મેચ દરમિયાન બેલ્જિયમે 9 શોટ મિસ કર્યા હતા.
સેમી ફાઇનલના આ વિજય બાદ ફ્રાન્સમાં જશ્નનો માહોલ સર્જાયો હતો.
