Surat News/ હિન્દુ નેતા ઉપદેશ રાણાને વોટ્સએપ કોલ પર ધમકી આપનારો રાજસ્થાનથી ઝડપાયો

રાજસ્થાનના સીકર જિલ્લાથી પ્રકાશચંદ્ર બાજીયા નામના વ્યક્તિની ધરપકડ

Top Stories Gujarat Surat

Surat News : સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને વોટ્સએપ કોલ કરીને જાનથી મારી નાંખવાની ધમકી આપનારા શખ્સની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી છે. આ અંગે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.  ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી અને રાજસ્થાનના સીકર જિલ્લામાંથી પ્રકાશચંદ્ર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. જો કે, પ્રકાશે જણાવ્યું છે કે, તેના મોબાઈલ થકી કોઈ અન્ય વ્યક્તિએ કોલ કર્યો હતો. પરંતુ પ્રકાશ સાચું બોલે છે કે નહીં તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપદેશ રાણા અને ધમકી આપવા મામલે અન્ય એક કેસમાં અગાઉ ક્રાઈમ બ્રાન્ચે એક મૌલવીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બીજો બનાવ છે જેમાં ઉપદેશ રાણાને ધમકી આપવાના મામલે ગોડાદરા પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

સપ્ટેમ્બર મહિનામાં સનાતન સંઘના પ્રમુખ ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આરોપીને વોટ્સએપ કોલ થકી ધમકી આપવામાં આવી હતી. કોલ દરમિયાન તેમને કહેવામાં આવ્યું હતું કે, ‘ઉપદેશ રાણા તેરી હત્યા કરેંગે, ગાડી કે નીચે બમ લગા કર તેરી હત્યા કરેંગે.’ પોલીસે તપાસ બાદ રાજસ્થાનના સીકર જિલ્લાથી પ્રકાશચંદ્ર બાજીયા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. અત્યારસુધીમાં ઉપદેશ રાણાએ દેશભરમાં ડઝનથી વધુ કેસ દાખલ કર્યા છે. તેમાં તેમને ધમકી આપવા આવી હતી. ગોડાદરામાં નોંધાયેલી ફરિયાદમાં આરોપીએ જણાવ્યું હતું કે, તેના મોબાઈલથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ઉપદેશ રાણાને ફોન કર્યો હતો.

હાલ પોલીસે આરોપી પ્રકાશચંદ્રને કસ્ટડીમાં લીધો છે અને તેનો મોબાઈલ ફોન પણ કબ્જે કર્યો છે.આ મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, ગોડાદરા પોલીસ સ્ટેશન ખાતે ઉપદેશ રાણા નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી હતી. તેણે 29 સપ્ટેમ્બરના રોજ કોઈ વોટ્સઅપ કોલથી ઉપદેશ રાણાને ધમકી આપી છે. પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આમાં જે મોબાઈલથી ધમકી આપી હતી તે સંદર્ભે વિગત અને અન્ય વિગતો મેળવી ટેક્નિકલ ઇન્ફોર્મેશનના આધારે પોલીસને જાણવા મળ્યું હતું કે, ત્યાંથી ફોન આવ્યો હતો તે સ્થળ સીકર રાજસ્થાન છે. પોલીસ રાજસ્થાન પહોંચી અને ત્યાં તપાસ કરતાં એક વ્યક્તિ પ્રકાશચંદ્ર જે આ મોબાઈલધારક છે. એ વ્યક્તિ દ્વારા ધમકી આપવામાં આવી હતી.

સાથે તેઓએ જણાવ્યું હતું કે, પોલીસે પ્રકાશચંદ્ર બાજીયાની ધરપકડ કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે, 29 તારીખે કોઈ એક વ્યક્તિ તેની પાસે આવી મોબાઈલ માગ્યો હતો અને ઉપદેશ રાણાને કોલ કર્યો હતો. ત્યારપછી ઉપદેશ રાણાનો કોલ સામેથી આવ્યો હતો. બંને વચ્ચે રકઝક થઈ હતી. જે અનુસંધાને પોતે પ્રકાશે પણ ઉપદેશ રાણાને ધમકી આપી હતી. જે અનુસંધાને તેની ધરપકડ કરવામાં આવી છે. પહેલીવાર ઉપદેશ રાણાને ધમકી આપનાર પ્રકાશચંદ્ર છે કે નહીં જે અંગે પ્રકાશે જણાવ્યું છે તે બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ.વધુમાં જણાવ્યું હતું કે, જો કે, પોલીસને અનેક ઇન્ફોર્મેશન મળી છે તે અંગે પણ અમે ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. આ જે ઘટના છે તેમાં ખરેખર પ્રકાશચંદ્ર સામેલ છે કે તેના કહેવા મુજબ કોઈ અન્ય વ્યક્તિએ કોલ કર્યો હતો તે અંગેની તપાસ અમે કરી રહ્યા છીએ. તેને આ કોઈ વ્યક્તિના કહેવા પર આ કાર્ય કર્યું છે અથવા તો કોઈ અન્ય વ્યક્તિ આમાં સામેલ છે તે અંગેની અમે તપાસ કરી રહ્યા છીએ. જરૂર લાગે તો સીકર જઈ આ અંગે તપાસ કરવામાં આવશે.

આ અંગે ઉપદેશ રાણાએ જણાવ્યું હતું કે, સપ્ટેમ્બર માસમાં મેં ગોડાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં મને એક વોટ્સએપ કોલ પર કહેવામાં આવ્યું હતું કે, ઉપદેશ રાણા તેરી હત્યા કરેંગે, ગાડી કે નીચે બમ લગા કર તેરી હત્યા કરેંગે. આ મામલે પોલીસને સફળતા મળી છે. આરોપીની ધરપકડ કરવામાં આવી છે. હું આટલું જ જાણું છું કે, જે લોકો હિન્દુત્વ અને સનાતનની વાતો કરે છે. જેમાં કમલેશ તિવારી, ભાઈ કિશન ભરવાડ હોય તેમને ટાર્ગેટમાં રાખવામાં આવે છે. મને જાનથી મારી નાખવા માટે એક કરોડ રૂપિયાની સુપારી આપવામાં આવી હતી. જેમાં એક મૌલવીની ધરપકડ પણ કરાઈ હતી. આ રીતે ટાર્ગેટ કરવામાં આવે છે તેઓ પોતાનું કામ કરે છે અને હું મારું કામ કરું છું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: કેનેડાના Visaનો ક્રેઝ છતાં હજી પણ ભારતીય સ્ટુડન્ટ્સમાં અમેરિકાની બોલબાલા

આ પણ વાંચો: ભારત સરકાર અફઘાનિસ્તાનથી આવેલા નાગરિકોને આપશે Stay Visa

આ પણ વાંચો: ભારતના આઇટી પ્રોફેશનલ્સ માટે આનંદના સમાચાર, H-1B visa પૉલિસી પર ફરીથી વિચાર કરશે અમેરિકા