Somnath News : ગુજરાતમાં શ્રાવણ માસના પ્રારંભ સાથે જ ભગવાન સોમનાથની ભક્તિમાં ભક્તો લીન થવા જઈ રહ્યા છે. સોમનાથ જ્યોતિર્લિંગ (Somnath Jyotirlinga)મંદિરમાં (Somnath Temple)આ વર્ષે પ્રથમવાર 30 દિવસીય શિવ શ્રાવણ મહોત્સવ (Shravan Mahotsav)નું આયોજન કરવામાં આવ્યું છે. 13 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર, 2026 દરમિયાન યોજાનારા આ મહોત્સવમાં વિવિધ ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
51 કુંડના મહામૃત્યુંજય યજ્ઞનું ખાસ આયોજન
આ મહોત્સવનું મુખ્ય આકર્ષણ 51 કુંડનો મહામૃત્યુંજય યજ્ઞ રહેશે. શ્રાવણ માસ દરમિયાન મહામૃત્યુંજય (Mahamrityunjaya)મંત્રના જાપ સાથે યજ્ઞ અને વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવશે. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભક્તોને પણ આ ધાર્મિક વિધિમાં ભાગ લેવાની તક આપવામાં આવી રહી છે.
ભક્તો સોમનાથ ખાતે રૂબરૂ હાજર રહીને મહામૃત્યુંજય યજ્ઞમાં ભાગ લઈ શકે છે. આ માટે તારીખ અને સમયનો સ્લોટ ઓનલાઈન પસંદ કરવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
પાલકી યાત્રા બનશે વિશેષ આકર્ષણ
શિવ શ્રાવણ ઉત્સવ દરમિયાન પાલકી યાત્રા સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. શ્રાવણના સોમવાર તેમજ અન્ય વિશેષ પ્રસંગોએ સોમનાથ મંદિરે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડવાની શક્યતા છે.
સોમનાથ મંદિરમાં વિશેષ બિલ્વ પૂજાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ભક્તો આખા શ્રાવણ માસ દરમિયાન, તમામ સોમવારે અથવા એક દિવસ માટે બિલ્વ પૂજાનો લાભ લઈ શકશે.
સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધી દર્શન
શ્રી સોમનાથ ટ્રસ્ટ અનુસાર શ્રાવણ માસ (Shravan Mahina)દરમિયાન ભક્તો માટે સોમનાથ મહાદેવના દર્શનની વિશેષ વ્યવસ્થા રહેશે. મંદિરમાં દર્શનનો સમય સવારે 6થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે.
મંદિરમાં ત્રણ મુખ્ય આરતી યોજાશે:
- સવારે 7 વાગ્યે આરતી
- બપોરે 12 વાગ્યે આરતી
- સાંજે 7 વાગ્યે આરતી
30 દિવસ સુધી શિવભક્તિનો માહોલ
શ્રાવણ માસ ભગવાન શિવની આરાધના માટે વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે સોમનાથમાં યોજાનારો 30 દિવસીય શિવ શ્રાવણ ઉત્સવ ભક્તો માટે ધાર્મિક અને આધ્યાત્મિક રીતે વિશેષ બની રહેશે.
મહામૃત્યુંજય (Mahamrityunjaya)યજ્ઞ, વિશેષ પૂજા, પાલકી યાત્રા અને અન્ય ધાર્મિક કાર્યક્રમો થકી સમગ્ર સોમનાથ પરિસર શિવભક્તિના માહોલથી ગુંજી ઉઠશે.
શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા પૂજા અને અન્ય સેવાઓ માટે ઓનલાઈન વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. ભક્તોને પૂજા અને દાન માટે માત્ર સત્તાવાર વેબસાઇટનો જ ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
