Lifestyle: ગેસની સગડીનો વપરાશ આખા દિવસમાં અનેક વાર થતો જોવા મળે છે. આ સંજોગોમાં ગેસ બર્નર (Gas Burner)ના નાના-નાના કાણા મોટે ભાગે તેલ, મસાલા અને ગંદકી (Oil, Spices and Dirt)થી ભરાઇ જતા જોવા મળે છે. એમાંથી પીળા રંગની ફ્લેઇમ (Yellow Flame) નીકળે છે.
આને કારણે ગેસની ઝાળ ધીમી પડી જાય છે અને જમવાનું બનાવવામાં ઘણો સમય લાગે છે. આ ઉપરાંત, ગેસ પણ બરબાદ થાય છે! ગેસ સિલિન્ડર (Gas Cylinder) ધાર્યા કરતા વહેલું જ ખતમ થઇ જાય છે અને આપણને લાંબા ગાળે આર્થિક નુકસાન થાય છે.

જો તમારા પણ ઘરનું ગેસ બર્નર ગંદુ થઇ જતું હોય તો એને સ્વચ્છ બનાવવાના કેટલાક સરળ ઘરગથ્થુ નુસખા (Tips) અહિં દર્શાવવા જઇ રહ્યાં છીએ. આ ટિપ્સની મદદથી તમે ગંદામાં ગંદુ ગૅસ બર્નર પણ 2 જ મિનિટમાં સ્વચ્છ કરી શકશો!
ગેસ બર્નર (Gas Burner)ને સાફ કરવાની 3 ક્લિનિંગ ટિપ્સ
ઘરેલુ નુસખાથી એને સ્વચ્છ બનાવવાની આ ત્રણ ક્લિનિંગ ટિપ્સ (Cleaning Tips) અજમાવી જુઓ…

ઈનો અને ડિશ લિકિ્વડ સોપનો પ્રયોગ
1. તેને સ્વચ્છ કરવા માટે સૌપ્રથમ એક મીડિયમ સાઇઝની તપેલીમાં પાણી ગરમ કરવું. હવે એમાં ગંદા બર્નરને ઉમેરીને થોડી વાર માટે ગરમ પાણીમાં એમ જ પલળવા દેવા.
2. હવે એમાં ઇનો (Eno) નાખવો અને ફરીથી થોડી વાર રહેવા દેવું.

3. ત્યારબાદ આ બર્નરને પાણીમાંથી બહાર કાઢીને ડિશ વૉશ સોપ (Dish Wash Soap) વડે ઘસી-ઘસીને સાફ કરી લેવા.
4. સાફ કર્યા બાદ એને પાણીથી ધોઇ લેવા અને ડ્રાય ક્લોથ વડે લૂછી લેવા.
5. તમે જોશો કે થોડી જ મિનિટોમાં તમારા બર્નર નવા જેવા ચમકી ઉઠશે!

સિરકો અને બેકિંગ સોડાનો પ્રયોગ
1. આ નુસખો ભારે ગંદકી અને જામેલી ચીકાશ માટે સર્વોત્તમ છે. આ માટે એક વાડકામાં સિરકો અને પાણી (Vinegar & Water) સમાન માત્રામાં મિક્સ કરવા.
2. હવે એમાં આખી રાત સુધી અથવા તો ઓછામાં ઓછા 2 થી 3 કલાક સુધી આ ગંદા બર્નરને પલળવા દો.

3. ત્યાર બાદ, એમાંથી કાઢીને એના પર થોડો બેકિંગ સોડા (Baking Soda) ભભરાવી દો અને જૂના ટૂથબ્રશથી ઘસીને સાફ કરો.
4. એસિડિક રિએક્શન થવાથી જામેલી તમામ ગંદકી ફૂલી જશે અને સરળતાથી નીકળી જશે.

લીંબુ અને મીઠાનો પ્રયોગ
1. જો તમારા ગૅસ બર્નર પર ગ્રીસ જેવી હળવી ચીકાશ લાગેલી હોય તો આ અત્યંત સરળ નુસખો છે.
2. આ માટે એક લીંબુને અડધું કાપીને એની ઉપર મીઠું ભભરાવી દો.

3. આ મીઠાવાળા લીંબુને બર્નર પર રગડી લો.
4. લીંબુ (Lemon)નો રસ ગ્રીસને દૂર કરે છે અને મીઠું (Salt) સ્ક્રબ જેવું કાર્ય કરે છે.
5. આ પ્રયોગથી તમારા ગંદા ચીકણા બર્નર સાફ તો થઇ જ જશે ઉપરાંત, બર્નરની ચમક પણ પાછી આવી જશે!
આ પણ વાંચો: વોશિંગ મશીન ગંદુ થઇ જાય તો શું કરશો? આખા મશીનની સફાઇ થશે મિનિટોમાં…આ રહી ટ્રિક્સ…
આ પણ વાંચો: હેલમેટ ને અંદર-બહાર…બંને સાઇડથી સાફ કરો…ગંદકી, વાસ અને ફૂગને દૂર કરવાની સરળ 2 ક્લીનિંગ ટિપ્સ..!
આ પણ વાંચો: ગંદા મેલાઘેલાં પગ લૂછણિયાને ધોયા વિના શી રીતે સાફ કરશો? આ ટ્રિકસ અપનાવો…
