Surat News/ હવે ટોલ નાકે ઉભા રહેવાની ઝંઝટ ખતમ! ગુજરાતમાં દેશના પહેલા ‘બેરિયર ફ્રી’ ટોલ પ્લાઝાનું 2 ફેબ્રુઆરીથી ટ્રાયલ

ગુજરાતના સુરતમાં દેશના પ્રથમBarrier Free Toll Plaza કલેક્શન સિસ્ટમનું 2 ફેબ્રુઆરીથી ટ્રાયલ શરૂ થશે. હવે વાહનચાલકોએ ટોલ પર ઉભા રહેવું નહીં પડે, કેમેરાથી આપોઆપ ટેક્સ કપાશે.

Gujarat Top Stories Surat
Toll Plaza

Barrier Free Toll Plaza Gujarat: નેશનલ હાઈવે પર મુસાફરી કરનારા વાહનચાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીના હાઈવે આધુનિકીકરણના વિઝન હેઠળ ગુજરાતમાં દેશની પ્રથમ મલ્ટી-લેન બેરિયર-ફ્રી ટોલ કલેક્શન સિસ્ટમ સાકાર થવા જઈ રહી છે. સુરતના કામરેજ પાસે આવેલા ચોર્યાસી ટોલ પ્લાઝા ખાતે 2 ફેબ્રુઆરીથી આ હાઈટેક સુવિધાનું ટ્રાયલ શરૂ કરવામાં આવશે.

શું છે Barrier Free Toll Plaza સિસ્ટમ?

અત્યાર સુધી ટોલ પ્લાઝા પર વાહનોએ ઉભા રહેવું પડતું હતું અને બેરિયર ખૂલવાની રાહ જોવી પડતી હતી. પરંતુ નવી સિસ્ટમમાં કોઈ પણ પ્રકારના બેરિયર (આડા અવરોધ) હશે નહીં. વાહનો પોતાની સ્પીડ ઘટાડ્યા વગર જ સીધા પસાર થઈ શકશે. આગામી 15 દિવસમાં આ સિસ્ટમ પૂર્ણ રીતે કાર્યરત થઈ જશે.

Toll Plaza

કેવી રીતે કપાશે ટોલ ટેક્સ?

NHAIના જણાવ્યા અનુસાર, આ નવી સિસ્ટમમાં ANPR (Automatic Number Plate Recognition) ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં હાઈવે પર લાગેલા હાઈ-રિઝોલ્યુશન કેમેરા વાહનની નંબર પ્લેટને આપોઆપ સ્કેન કરશે. આ સ્કેનિંગ થતાની સાથે જ વાહનના FASTag સાથે જોડાયેલા ખાતામાંથી ટોલની રકમ ઓટોમેટિક ડેબિટ થઈ જશે. આ સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ટેકનોલોજી આધારિત હોવાથી તેમાં કોઈ પણ પ્રકારની માનવીય દખલગીરીની જરૂર પડશે નહીં

80 કિમીની સ્પીડે દોડશે વાહન, થશે કરોડોની બચત

નવા સિસ્ટમથી વાહનચાલકો 80 કિમી/કલાકની ઝડપે ટોલ પ્લાઝા પસાર કરી શકશે. સરકારના અંદાજ મુજબ, આ ટેકનોલોજીથી દેશમાં અંદાજે 1500 કરોડ રૂપિયાના ઇંધણની બચત થશે અને 6000 કરોડ રૂપિયાની વધારાની આવક પ્રાપ્ત થશે. તાઇવાનની FETC એજન્સીના 25 નિષ્ણાતોની ટીમ આ પ્રોજેક્ટ પર સપ્ટેમ્બર મહિનાથી કામ કરી રહી છે.

2026 સુધીનો માસ્ટર પ્લાન

કેન્દ્ર સરકાર 2026ના અંત સુધીમાં ભારતના 1050થી વધુ ટોલ પ્લાઝાને આ AI બેઝ્ડ મલ્ટી-લેન ફ્રી ફ્લો સિસ્ટમમાં બદલવાની યોજના બનાવી રહી છે, જેની શરૂઆત ગુજરાતના સુરતથી થઈ રહી છે.


આ પણ વાંચો:રાજકોટ: ઓનલાઈન રજિસ્ટ્રેશનમાં ખેડૂતોને હાલાકી’-ધોરાજીના પૂર્વ MLA લલિત વસોયા

આ પણ વાંચો:રાજકોટ-અમદાવાદ હાઇવેનું અધૂરું કામ વાહનચાલકો માટે પરેશાની, સિક્સલેન હાઇવે માટે 7 વર્ષ ટૂંકા પડ્યાં

આ પણ વાંચો:રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક, ગોંડલ રોડ પર હિંસાથી ગભરાટ