National/ આઝાદના રાજીનામાથી ગુસ્સે ભરાયેલા મનીષ તિવારીએ કહ્યું- પાર્ટીને 42 વર્ષ આપ્યા, દૂર કરવાની કોશિશ કરી તો…

કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદના રાજીનામા પર કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ કહ્યું કે ઉત્તર ભારતના લોકો જે હિમાલયની ટોચ પર રહે છે, તેઓ જુસ્સાદાર, આત્મવિશ્વાસ ધરાવતા લોકો છે. આ લોકોની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ.

Top Stories India
મનીષ તિવારીએ આઝાદના રાજીનામાથી ગુસ્સે ભરાયેલા મનીષ તિવારીએ કહ્યું- પાર્ટીને

ગુલામ નબી આઝાદના રાજીનામા પર, કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ શનિવારે કહ્યું કે તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ટીકા કે આઝાદના પાંચ પાનાના પત્રની યોગ્યતા પર ટિપ્પણી કરવા માંગતા નથી. જ્યારે કોંગ્રેસના નેતાઓના પટાવાળાઓ પાર્ટી વિશે જ્ઞાન આપે છે, ત્યારે તે હાસ્યનું પાત્ર બને છે.

તેમણે કહ્યું કે નવાઈની વાત એ છે કે જેઓ વોર્ડની ચૂંટણી લડવાની ક્ષમતા ધરાવતા નથી તેઓ કોંગ્રેસના નેતાઓના પટાવાળા હતા અને હવે  જ્યારે પાર્ટી વિશે જ્ઞાન આપવા નીકળી પડે છે તે હાસ્યાસ્પદ છે. અમે ગંભીર સ્થિતિમાં છીએ. જે બન્યું તે ખેદજનક છે, કમનસીબ છે. મનીષ તિવારીએ વધુમાં કહ્યું કે અમને કોઈના સર્ટિફિકેટની જરૂર નથી. મેં આ પાર્ટીને 42 વર્ષ આપ્યા છે. મેં અગાઉ પણ કહ્યું છે કે, અમે કોંગ્રેસના ભાડુઆત નથી, અમે સભ્યો છીએ. હવે જો તમે અમને બહાર કાઢવાનો પ્રયત્ન કરો છો, તો તે બીજી વાત છે. અમે તેને જોઈ લઈશું.

 

મનીષ તિવારીએ વધુમાં કહ્યું કે બે વર્ષ પહેલા અમારામાંથી 23 લોકોએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને જણાવ્યું હતું કે કોંગ્રેસની સ્થિતિ ચિંતાજનક છે જેના પર વિચાર કરવાની જરૂર છે. ઘણા લોકો અને પરિવારોએ કોંગ્રેસના બગીચાને પોતાના લોહીથી સિંચ્યો છે.  જો કોઈને કંઈક મળ્યું, તો તે ખેરાત માં નથી મળ્યું. તેમણે કહ્યું કે ઉત્તર ભારતના લોકો, જે હિમાલયની ટોચ તરફ રહે છે, તેઓ જુસ્સાદાર, આત્મવિશ્વાસ ધરાવતા લોકો છે. છેલ્લા 1000 વર્ષોથી, તેમની તાસીર  આક્રમણકારો સામે લડવાની રહી છે. આ લોકોની ધીરજની પરીક્ષા ન લેવી જોઈએ.

અધીર રંજન ચૌધરીએ મોદી પર પ્રહારો કર્યા હતા
કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ પીએમ મોદી પર પ્રહાર કરતા કહ્યું કે ભારતમાં કોવિડના કારણે લાખો લોકો મરી રહ્યા હતા. ત્યારે મોદીજીએ કોઈના માટે અફસોસ પણ વ્યક્ત કર્યો ન હતો પરંતુ જે દિવસે ગુલામ નબી આઝાદનો રાજ્યસભામાં છેલ્લો દિવસ હતો ત્યારે તેમનું રડવું એ એક ખેલ હતો. ગુલામ નબી માટે રડવાનું કોઈ કારણ નહોતું.

ગુલામ નબી આઝાદના રાજીનામા પર અધીર રંજન ચૌધરીએ કહ્યું કે તેમના માટે કોંગ્રેસમાં કોઈ વસ્તુની કમી નથી. આજે જ્યારે તેમને લાગ્યું કે તેમને કોંગ્રેસમાંથી રાજ્યસભાની ટિકિટ નહીં મળે તો તેમણે કોંગ્રેસ છોડી દીધી. લોકોએ આવા તકવાદી નેતાઓ વિશે જાણવું જોઈએ.

આસ્થા / ભગવાન ગણેશની મૂર્તિ કેવી રીતે પસંદ કરવી, આ બાબતો ધ્યાનમાં રાખો