Gandhinagar News/ ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનની નિમણૂકમાં કમૂરતા નડશે !

ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંગઠનની નિમણૂકમાં હવે કમૂરતા નડે તેમ માનવામાં આવે છે. આમ નવા પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ વેઇટિંગમાં હોય તેવી સ્થિતિ છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા પછી હજી પણ સંગઠનનું માળખું જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
ગુજરાત માં પ્રદેશ ભાજપ ને નિમણૂક માં વિલંબ

Gandhinagar News: ગુજરાતમાં પ્રદેશ ભાજપ સંગઠનની નિમણૂકમાં હવે કમૂરતા નડે તેમ માનવામાં આવે છે. આમ નવા પક્ષપ્રમુખ જગદીશ વિશ્વકર્માની નવી ટીમ વેઇટિંગમાં હોય તેવી સ્થિતિ છે. પ્રદેશ પ્રમુખની નિમણૂક થયા પછી હજી પણ સંગઠનનું માળખું જાહેર થવામાં વિલંબ થઈ રહ્યો છે.

ગુજરાત માં પ્રદેશ ભાજપ ને નિમણૂક માં વિલંબ હવે સંગઠનની નિમણૂકોમાં પણ વાર ન લાગે

જો કે ગુજરાતમાં પણ પ્રદેશ પ્રમુખની નિમણૂકમાં પણ ખાસ્સો વિલંબ થયો જ હતો. હવે શાસક પક્ષના રાજકીય વર્તુળોમાં તે વાતનો ડર છે કે પક્ષપ્રમુખની નિમણૂકમાં જેમ વાર લાગી તેમ હવે સંગઠનની નિમણૂકોમાં પણ વાર ન લાગે.

હાલમાં તો પક્ષપ્રમુખ અને રાજ્યનું મંત્રીમંડળ પણ વિવિધ પ્રવાસો કરી રહ્યુ હોવાથી નિમણૂકના કામોમાં વિલંબ થઈ રહ્યો છે. પક્ષમાં ચાર ઝોનના મહામંત્રી નીમાવવાના બાકી છે, ઉપપ્રમુખ સહિતના પદો માટેના દાવેદારો ઉત્સુક છે. ગૂજરાતમાં હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કમસેકમ છ મહિના માટે ટળી થઈ ગઈ હોવાથી પક્ષે પણ હવે નિમણૂકોનો મુદ્દો ઠેલવા માંડ્યો હોવાનું કહેવાય છે.

તેમા પણ હવે કમૂરતા આવવાના હોવાના કારણે આ નિમણૂકમાં વધુ વિલંબ થઈ શકે છે. આમ હોદ્દા માટે ઉત્સુક દાવેદારોએ હજી પણ વેઇટિંગમાં રહેવાની ફરજ પડી શકે છે. પક્ષની અંદર તો હોદા માટેના દાવેદારોના નામ પણ ઉછળવાના શરૂ થઈ ગયા હતા અને કેટલાય લોકોએ તો હોદ્દા માટે દાવેદારી નોંધાવવાનો પ્રારંભ પણ કરી દીધો હતો, પણ હવે શિયાળામાં બધુ ઠંડું પડી જાય તેમ મનાય છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Gandhinagar News/ગુજરાત સરકારનો મોટો નિર્ણય : MSME ઉદ્યોગો માટે સરળ બની જશે જમીન ફાળવણી

આ પણ વાંચોઃ Gandhinagar News/અમિત ચાવડાઃ CMOએ ધરણાં કરીશું, સરકારે ઝવેરીપંચ અને સમર્પિત આયોગનો રિપોર્ટ છૂપાવ્યો

આ પણ વાંચોઃ Gandhinagar News/ગાંધીનગર ભૂસ્તર વિભાગનો સપાટો, 10 વાહનો જપ્ત કરી 2.30 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો