Not Set/ સુરેન્દ્રનગર જીલ્લા પર કોરોનાનો અજગરી ભરડો, સામે આવ્યા અધધધ 23 કેસ

સુરેન્દ્ર જીલ્લા પર કોરોનાનો હુમલો ઘતક રીતે યથાવત જોવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જીલ્લામાં  પાછલા 24 કલાકમાં કોરોનાના 23 કેસ નોંધવામાં આવતા તંત્ર ચિંતમાં અને લોકો ઉચ્ચાટમાં જોવામાં આવી રહ્યા છે. સામે આવેલા 23 કેસની વિગતો પર  નજર કરવામાં આવે તો, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કોરોનાનાં 10 અને ગ્રામ્યમાંથી 13 કેસ સામે આવ્યા છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ […]

Gujarat Others

સુરેન્દ્ર જીલ્લા પર કોરોનાનો હુમલો ઘતક રીતે યથાવત જોવામાં આવી રહ્યો છે.સુરેન્દ્રનગર જીલ્લામાં  પાછલા 24 કલાકમાં કોરોનાના 23 કેસ નોંધવામાં આવતા તંત્ર ચિંતમાં અને લોકો ઉચ્ચાટમાં જોવામાં આવી રહ્યા છે. સામે આવેલા 23 કેસની વિગતો પર  નજર કરવામાં આવે તો, સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં કોરોનાનાં 10 અને ગ્રામ્યમાંથી 13 કેસ સામે આવ્યા છે. શહેરની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારમાં પણ કોરોનાનુ સંક્રમણ જે રીતે આગળ વધી રહ્યું છે, તે તંત્ર માટે ઉંધ હરામ કરતું જોવામાં આવી રહ્યું છે. સામે આવેલા તમામ 23 કોરોના પોઝિટિવ દર્દીઓને હાલ તંત્ર દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, અને તેના ધનિષ્ઠ સંપર્કમાં આવેલા લોકોને કોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આપને જણાવી દઇએ કે સામે આવેલા 23 સાથે અત્યાર સુધીમાં જિલ્લામાં કોરોનાના કુલ 824 કેસ નોંધવામાં આવ્યા છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews