કોવિડ -19 ના 300 મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરનાર વ્યક્તિએ આખરે કોરોના ચેપને કારણે વિશ્વને વિદાય આપી દીધી છે. હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારી પ્રવીણ કુમારની ઓળખ ‘કોરોના હિરો’ તરીકે થઈ હતી. કોવિડ -19 પોઝીટીવ રીપોર્ટ પ્રાપ્ત થયાના બે દિવસ પછી 43 વર્ષીય પ્રવીણ કુમારનું મોત નીપજ્યું હતું.
પ્રવીણ કુમાર મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમનો હવાલો સંભાળતા હતા, જે કોવિડના મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે જવાબદાર હતા. કોરોના મહામારીની દસ્તક પછી, હિસારમાં તેની પ્રથમ અને બીજી લહેરમાં 750 કોવિડ મૃત્યુ થયા છે. તેમાંથી 300 લોકોનું અંતિમ સંસ્કાર પ્રવીણ અને તેની ટીમે કર્યા હતા. શહેરમાં દરરોજ સરેરાશ 20 જેટલા મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવે છે.
આ પણ વાંચો:બ્લેક ફંગસ બાદ હવે વ્હાઇટ ફંગસની એન્ટ્રી, પટનામાં નોંધાયા 4 કેસ, જાણો કોના માટે વધુ ખતરનાક
પ્રવીણ હિસાર મહાનગરપાલિકા કર્મચારી સંઘના પ્રમુખ પણ હતા. કર્મચારી સંઘના પ્રવક્તા સુનિલ બેનીવાલે જણાવ્યું હતું કે, ઓક્સિજનનું સ્તર ઘટતાં પ્રવીણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, પ્રવીણ કુમારનો પરિવાર ત્રણ કલાક સુધી સરકારી હોસ્પિટલમાં બેડ માટે દોડતો હતો. આખરે પ્રવીણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. આશ્ચર્યની વાત એ છે કે, સ્થાનિક વહીવટ આ કોરોના હિરો માટે બેડની પણ વ્યવસ્થા કરી શક્યો નહીં.
આ પણ વાંચો:ગુજરાતમાં આવી રીતે સરળતાથી મળશે મ્યુકોરમાઇકોસિસનું ઈન્જેકશન
પ્રવીણ કુમારના પરિવારમાં પત્ની અને બે પુત્રો છે. એક પુત્ર હજી અભ્યાસ કરે છે અને બીજો હિસાર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોકરી કરે છે. પ્રવીણના બંને ભાઈઓ પણ કોર્પોરેશનના કર્મચારી છે.
કોરોના કેસ હજી પણ દેશભરમાં કહેર વરસાવી રહ્યા છે, છેલ્લા ચોવીસ કલાકમાં હરિયાણામાં ફક્ત 6818 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોના કુલ 716507 કેસ નોંધાયા છે.
આ પણ વાંચો:હવામાં 10 મીટર સુધી ફેલાઈ શકે છે કોરોના, સરકારની નવી ગાઈડલાઈન્સ જાહેર

