Kutch News/ કચ્છના ભચાઉમાં અકસ્માતમાં બે લોકોના મોત, એક ઘાયલ

કચ્છના ભચાઉમાં અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. જ્યારે એકને ગંભીર ઇજા છે. ટ્રેલરે રીક્ષાને અડફેટે લેતા આ પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ભચાઉ-ગાંધીધામ હાઇવે પર મોડી રાત્રે થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો.

Top Stories Gujarat Others Breaking News

Bhachau: કચ્છના (Kutch) ભચાઉમાં અકસ્માતમાં બેના મોત નીપજ્યા છે. જ્યારે એકને ગંભીર ઇજા છે. ટ્રેલરે રીક્ષાને અડફેટે લેતા આ પ્રાણઘાતક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત ભચાઉ-ગાંધીધામ હાઇવે પર મોડી રાત્રે થયો હતો. અકસ્માતમાં મૃત્યુ પામેલાઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભચાઉ આરોગ્ય કેન્દ્ર ખાતે લાવવામાં આવ્યો હતો.

અકસ્માતના પગલે સ્થાનિકો ધસી આવ્યા હતા અને તેમણે એમ્બ્યુલન્સ બોલાવી હતી. જો કે એમ્બ્યુલન્સ પણ તેમના જીવ બચાવી શકી ન હતી. તેમને ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે એક ઇજાગ્રસ્તને ગંભીર સ્થિતિમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

પોલીસે અકસ્માત મોત નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે મૃતકોના મોબાઇલ ફોન પરથી તેમના સગાસંબંધીઓને જાણ કરી છે. આ ઉપરાંત આ મોબાઇલ ફોન પરથી પોલીસને વધુ વિગતો મળે તે માટે તેમના ફોન ફોરેન્સિકમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.

કચ્છના ભચાઉમાં અકસ્માત સર્જનાર ટ્રેલર ચાલક ભાગી ગયો હતો. પોલીસે તેને શોધવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પોલીસે નજીકના વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજમાં ખંગાળવા માંડ્યા છે. પોલીસનું માનવું છે કે ટ્રેલર ચાલકને તેઓ ટૂંક સમયમાં જ ધરપકડ કરી લેશે. તેના પછી જ તેમને તે દારૂના નશામાં ચલાવતો હતો કે રાત્રિના લીધે અકસ્માત સર્જાયો હતો તે ખ્યાલ આવશે.

ઉલ્લેખનીય છે કે ભચાઉ-ગાંધીધામ હાઈવે બેફામ દોડતી ટ્રકો, ગાડીઓ અને ટ્રેલર ચાલકોના લીધે મોતનો હાઇવે બની ગયો છે. પહેલાં જ્યાં ભાગ્યે જ અકસ્માત થતાં હતા ત્યાં હવે માંડ દિવસ વીતે ત્યાં અકસ્માતના સમાચાર સાંભળવા મળે છે. કોઈ અઠવાડિયું કોરું ગયું નહીં હોય જ્યારે અકસ્માતના સમાચાર સાંભળવા મળ્યા ન હોય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ Kutch News/કચ્છના ભુજમાં શેખધીર પાસે ગંભીર અકસ્માત, લકઝરી બસે રિક્ષાને ટક્કર મારતા એકનું મોત

આ પણ વાંચોઃ Kutch Accident/કચ્છમાં ભુજ-ભચાઉ હાઈવે પર વહેલી સવારે અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચોઃ  Rapar-Accident/કચ્છના રાપરમાં ત્રણ બાઇક અકસ્માતમાં યુવકનું ઘટનાસ્થળે મોત