અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર યુક્રેન યુદ્ધને ભંડોળ આપવાનો આરોપ લગાવ્યો હતો. પરંતુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ ટ્રમ્પના દાવાઓની પોલ ખોલી દીધી. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ટ્રમ્પ પર ભારત અને ચીન પાસેથી રશિયન તેલ આયાત કરીને યુદ્ધને વેગ આપવાનો આરોપ લગાવ્યો. ઝેલેન્સકીએ ટ્રમ્પની દાવાઓનો જવાબ આપતા કહ્યું, ભારત મોટે ભાગે અમારા સાથે છે.”
તેમણે સ્વીકાર્યું કે ઊર્જા મુદ્દા પર કેટલીક સમસ્યાઓ છે, પરંતુ તેનું નિરાકરણ લાવી શકાય છે. ભારતે રશિયા પાસેથી તેલ ખરીદીને રાષ્ટ્રીય ઊર્જા સુરક્ષા અને આર્થિક હિતો માટે આવશ્યક ગણાવી છે.
ઝેલેન્સકીએ યુરોપને આપી સલાહ
ઝેલેન્સકીએ યુરોપને ભારત સાથે સંબંધો મજબૂત કરવા સલાહ આપી, આ રાજદ્વારી મુકાબલો સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં સામે આવ્યો હતો.
ચીન સાથે યુદ્ધ સમાપ્ત કરવાની અપીલ
ઝેલેન્સકીએ ચીનને અપીલ કરી છે કે તે રશિયા પર હુમલા રોકવા માટે દબાણ કરે. ચીન આ સંઘર્ષનો પક્ષ નથી, પરંતુ કિવ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યું છે કે બેઇજિંગે મોસ્કોને શસ્ત્રો પૂરા પાડ્યા છે. જેનો ઉપયોગ યુક્રેન સામેના યુદ્ધમાં થઈ શકે છે અને તે રશિયન ઊર્જા ખરીદી રહ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું, “અહીં ચીનનું પણ પ્રતિનિધિત્વ છે, જે એક શક્તિશાળી રાષ્ટ્ર છે અને રશિયા હવે તેના પર સંપૂર્ણપણે નિર્ભર છે.”
______________________________________________________________________________________________________
આ પણ વાંચો: World News/એશિયામાં ચીનના પ્રભાવને સંતુલિત કરવા માટે ટ્રમ્પે લીધો મુસ્લિમ દેશોનો આશરો
આ પણ વાંચો: uk news/ભારતે અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે રમત પ્રસ્તાવ રજૂ કર્યો
આ પણ વાંચો: USA News/ટ્રમ્પે ભારત-પાકિસ્તાનનો આલાપ સંયુક્ત રાષ્ટ્રમાં પણ છોડ્યો નહીં, UNGAમાં કહ્યું કે તેમણે યુદ્ધવિરામ લાગુ કરાવ્યો
