Important Court Verdict: અલાહાબાદ હાઈકોર્ટે પત્ની (wife) અને બાળકોના ભરણપોષણ મામલે એક ઐતિહાસિક ટિપ્પણી કરી છે. ન્યાયમૂર્તિ અતુલ શ્રીધરન અને ન્યાયમૂર્તિ વિવેક સરનની બેન્ચે કહ્યું કે, જો કોઈ પુરુષ એવું અનુભવતો હોય કે તે લગ્નજીવનમાં ખટાશ આવ્યા બાદ પત્ની અને બાળકોનો ખર્ચ ઉઠાવી શકશે નહીં, તો તેણે લગ્ન જ કરવા જોઈએ નહીં.
શું હતો સમગ્ર મામલો?
પ્રયાગરાજ ફેમિલી કોર્ટે હિન્દુ મેરેજ એક્ટ 1995ની કલમ 24 હેઠળ પત્નીની તરફેણમાં ચુકાદો આપતા પતિને દર મહિને 4,000 રૂપિયા મેન્ટેનન્સ પેટે ચૂકવવાનો આદેશ કર્યો હતો. પતિ તેજબહાદુરે આ આદેશને હાઈકોર્ટમાં પડકારતા દાવો કર્યો હતો કે તેની આર્થિક સ્થિતિ ખરાબ છે અને તે આ રકમ ચૂકવવા માટે સક્ષમ નથી.
હાઈકોર્ટની કડક ટિપ્પણી
હાઈકોર્ટે પતિની આ દલીલને ફગાવી દેતા જણાવ્યું કે:
કોઈપણ પુરુષ પત્નીના ભરણપોષણની કાનૂની જવાબદારીમાંથી બચવા માટે આર્થિક તંગીનું બહાનું બનાવી શકે નહીં.
એકવાર કોઈ પુરુષ મહિલા સાથે લગ્ન કરે, ત્યારે કાયદા મુજબ તે તેનું ભરણપોષણ કરવા માટે બંધાયેલો છે.
આજના મોંઘવારીના સમયમાં દર મહિને 4,000 રૂપિયાની રકમ કંઈ બહુ મોટી નથી અને તે પતિની ક્ષમતાની બહાર પણ નથી.
wifeની સ્થિતિને ધ્યાને લીધી
કોર્ટે સુનાવણી દરમિયાન નોંધ્યું કે પત્ની (wife) બહુ ભણેલી નથી અને તેની પાસે આવકનો કોઈ અન્ય સ્ત્રોત નથી. તે પોતે જ બાળકોનો ઉછેર કરી રહી છે. ફેમિલી કોર્ટના ચુકાદાને યોગ્ય ઠેરવતા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું કે સામાજિક અને કાયદાકીય રીતે પતિ પોતાની પત્ની (wife) અને બાળકોને નિરાધાર છોડી શકે નહીં.
આ પણ વાંચો:પત્નીના અફેરને કારણે પતિની આત્મહત્યા ઉશ્કેરણી નથી, સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
આ પણ વાંચો:મતદાન અને ચૂંટણી લડવી મૌલિક અધિકાર નથી, સુપ્રીમ કોર્ટે આપી મોટી સ્પષ્ટતા
આ પણ વાંચો:માલદાની ઘટના સોચી-સમજી સાજિશ હતી, સુપ્રીમ કોર્ટે બંગાળ સરકારની ઝાટકણી કાઢી; જાણો 10 મહત્વના મુદ્દા

