પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે વિવિધ માંગણીઓને લઈને 19 દિવસ ઉપવાસ કર્યા બાદ સમાજના અગ્રણીઓની સમજાવટથી પારણાં કર્યા હતા. ઉપવાસ આંદોલન દરમિયાન હાર્દિકની તબિયત ઘણી ખરાબ થઇ ગઈ હતી.
હાર્દિક બેંગ્લોરમાં આવેલા જિંદાલ નેચરક્યોર ઇન્સ્ટિટ્યૂટ માં સારવાર લેવા જઈ રહ્યો હોવાના સમાચાર મળી રહ્યા છે. આ કુદરતી ચિકિત્સા પદ્ધતિમાં કોઈ પણ પ્રકારની દવાઓ કે ડ્રગ્સનો ઉપયોગ કરવામાં આવતો નથી.
हमारे कृषक महाराजा केम्पा गौडा जी की पवित्र भूमि कर्नाटक की आइ.टी सिटी बेंगलुरु पहुँचा.अनशन के बाद स्वास्थ्य को ठीक और मज़बूत करने के लिए जिंदाल नेचरो केर में इलाज कराऊँगा.प्राकृतिक चिकिस्ता पद्धति से तन-मन मजबूत कर समाज के संघर्ष के लिए पुनः मज़बूत होने इलाज करवाने आया हूँ।
— Hardik Patel (@HardikPatel_) September 17, 2018
અહીં હાર્દિક 10 દિવસ સારવાર લેશે. સારવાર લીધા બાદ હાર્દિક પટેલ ફરી એકવાર આંદોલન શરુ કરશે. બેંગ્લોરથી સ્વસ્થ થઈને આવ્યા બાદ હાર્દિક પાટીદાર અનામત, રોજગારી અને ખેડૂતોની દેવામાફી મુદ્દે ફરી રસ્તા પર ઉતરશે.
જણાવી દઈએ કે, સતત 19 દિવસ ઉપવાસ આંદોલન કર્યા બાદ હાર્દિક પટેલની કિડનીને અસર થઇ હતી. ઉપરાંત શરીરના કેટલાક અંગો પર પણ અસર પહોંચી હતી.
