વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. જેને લઈને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે એક મોટી અને મહત્વની સ્પષ્ટતા કરી દીધી છે. તેમણે કહ્યું છે કે, હવે કોઈ સગા સંબંધીને કોઈ પ્રકારે ટિકિટ નહીં અપાઈ, આ માટે થઈને કોઈએ ઓળખાણ પણ લાવવી નહીં.સી.આર. પાટીલનો સ્પષ્ટ જવાબ આપ્યો છે કે કોઈ સાંસદ કે ધારાસભ્યોના સગા- સંબંધીઓને ટિકીટ નહીં મળે. તેમણે કહ્યુ કે, ભાજપના કોઈપણ પદાધિકારીના સગાને ટિકિટ નહીં આપે. મનસુખ વસાવા પોતાની પુત્રી માટે અગાઉ ટિકીટ માગી ચૂક્યા છે.
ભાજપ નેતા જયનારાણ વ્યાસના રાજનામાને મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે મહત્વનું નિવેદન આપ્યું હતું. મલમમાં સીઆર પાટિલને આ વિશે પુછતા તેમણે જણાવ્યું હતું કે 75 વર્ષ બાદ ભાજપમાં ટિકિટ મળતી નથી, જયનારાયણ વ્યાસે રાજીનામુ આપ્યુ છે, જે સ્વીકાર્યું છે.
ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાયણ વ્યાસનું નિવેદન સામે આવ્યું છે. 32 વર્ષ ભાજપ સાથે ગાળ્યા. આજે પણ ભાજપ સાથે કોઈ વાંધો નથી. જિલ્લાની પરિસ્થિતિ સારી નથી. દર વખતે કાર્યકરોની અવગણના થાય. ભાજપના અધ્યક્ષના પાટણ જિલ્લા સાથેનું વલણ યોગ્ય નથી. પાટણ જિલ્લાની એક ટોળકી બધું બગાડે છે.
આ પણ વાંચો:વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સૌથી મોટું ભંગાણ, આ મોટા નેતાએ આપ્યું રાજીનામુ
આ પણ વાંચો: 5 રાજ્યોમાં 5 વિધાનસભા સીટો અને એક લોકસભા સીટ પર 5 ડિસેમ્બરે થશે મતદાન
આ પણ વાંચો: સ્વતંત્ર ભારતના પ્રથમ મતદાર શ્યામશરણ નેગીનું 106 વર્ષની વયે અવસાન
