વડોદરા/ કલેક્ટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું..! ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની વધુ એક દબંગાઈ

કલેક્ટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું..! ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની વધુ એક દબંગાઈ

Gujarat Vadodara Trending
rudrabhishek 6 કલેક્ટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું..! ભાજપ MLA મધુ શ્રીવાસ્તવની વધુ એક દબંગાઈ

વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ અવારનવાર તેમના વિવાદાસ્પદ નિવેદન માટે જાણીતા છે. હાલમાં જ પત્રકારને કેમેરા સામે ધમકી આપતા જોવા મળ્યા હતા. તો હવે જાહેરસભામાં પોતાની દબંગાઈ જાહેર કરતા જોવા મળી રહ્યા છે.

વારંવાર મધુ શ્રીવાસ્તવ મીડિયાકર્મી અને તંત્રને પણ ધમકી આપતા જોવા મળ્યા છે. પોતે જ સર્વસ્ત્તાધારી હોય એમ માની પોતાની દબંગાઈ બતાવતા રહે છે અને હવે પાછું ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનું વધુ એક વિવાદિત નિવેદન સામે આવ્યું છે.

Cricket / આજે ભારત-ઇંગ્લેન્ડની ટીમ વિશેષ વિમાન દ્વારા અમદાવાદ આવશે, આખો એક મહિનો રોકાશે 

વડોદરા જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કાર્યક્રમોની શરૂઆત થઈ છે ત્યારે આજે જીલ્લા પંચાયતની સયાજીપુરા બેઠકમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટનનો કાર્યક્રમ હતો. જે કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ હાજર હતા તેઓ એ ઉદ્ઘાટન પ્રસંગે કાર્યકરોને સંબોધિત કરવા મધુ શ્રીવાસ્તવ ને માઇક આપવામાં આવ્યું અને જે બાદ બેફામ વાણી વિલાસ શરૂ કર્યો,કાર્યકરો વચ્ચે મધુ શ્રીવાસ્તવ તેમ બોલી ગયા કે “કલેકટર અને પોલીસ તંત્રને હું ગજવામાં રાખું છું.”

pride / ડિસ્કવરી ચેનલના શો ‘MAN VS WILD’ના ગીરમાં શૂટિંગ માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગી

ઉલ્લેખનીય છે કે હાલમાં જ વડોદરા મનપા ચૂંટણીના ફોર્મ ચકાસણી ના દિવસે જ MLA મધુ શ્રીવાસ્તવે મંતવ્ય ન્યુઝના પત્રકાર અમિત ઠાકોરને જાહેરમાં ઠોકાવી દેવાનીધમકી આપી હતી. જેને લઈને ગુજરાત ભરમાં હોબાળો થયો હતો.

Surat / પરિણીતાએ બિલ્ડર સસરાના ઘર સામે બાળકીઓ સાથે કર્યા ધરણાં   

બીજી બાજુ મધુ શ્રીવાસ્તવના વિવાદાસ્પદ નિવેદનણે લઇ કોંગ્રેસે પણ સત્તાધારી ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે.  અમિત ચાવડાએ રૂપાણી સરકાર પર નિશાન સાધતા કહ્યું કે રાજ્યના શહેરોમાં ગુંડાઓનું રાજ છે. મધુ શ્રીવાસ્તવના આવા બેફામ નિવેદન છતા ભાજપના નેતાઓ મૌન રહે છે અને આવા નિવેદનોથી અધિકારીઓનું મનોબળ તૂટતું હોય છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ