આરોપીનો ખુલાસો/ મહિલા મારા આડા સબંધનું રહસ્ય જાણી ગઈ હતી, અને એટ્લે જ તેણીને કારની ટક્કરે ઉડાવી મૂકી

ઇકો કારની ટક્કરે મહિલાનું મોત થયું હતું. જો કે cctv તપાસતા જાણવા મળ્યું હતું કે આ અકસ્માત નહીં પરંતુ જાની જોઈને ટક્કર મરવામાં આવી હતી.

Gujarat Others
મૃતક મહિલા ઇકો કારની ટક્કરે મહિલાનું મોત થયું હતું. જો કે cctv તપાસતા જાણવા મળ્યું હતું કે આ અકસ્માત નહીં પરંતુ જાની જોઈને ટક્કર

જૂનાગઢમાં ગત શનિવારે તારીખ 10 ના રોજ સુખનાથ ચોક વિસ્તારમાં મહિલાનું ઇકો કાર હડફેટે મોત થયું હતું, જે કેસમાં પોલીસે અકસ્માતમાં મોત થયાનો ગુન્હો દાખલ કરીને વધુ ઉંડાણપૂર્વક તપાસ કરતા આ મામલો હત્યાનો હોવાનું સામે આવ્યું છે, સીસીટીવીના આધારે પોલીસે હત્યા કરનારા શખ્સને ઉનાથી ઝડપી લીધો છે, મૃતક મહિલા આરોપી શખ્સના આડા સબંધનું રાઝ જાણી ગઈ હતી.  જેના કારણે તેને રસ્તામાંથી હટાવી દેવા હત્યા કરી હોવાનું સામે આવ્યું છે…

જૂનાગઢ શહેરમાં પીશોરીવાડી રયખાન મસ્જીદ પાસે એકલી રહેતી હસીનાબેન ઉ.૫૦ નું ગત તા.૧૦ ના રોજ સવારે ૭ કલાકે સુખનાથ ચોકથી જાલોરાપા રોડ તરફ પાછળથી આવેલી એક ઇકો કાર ના ચાલકે જોરદાર ટક્કર મારીને નાસી ગયા બાદ મહિલાનું મોત થયું હતું, જે કેસમાં હસીનાબેનના ભાઈ રફીકભાઈ ચૌહાણએ એ ડીવીઝન પોલીસમાં અજાણી ઇકો કારના ચાલક સામે ફરિયાદ નોધાવી હતી.

b5 9 મહિલા મારા આડા સબંધનું રહસ્ય જાણી ગઈ હતી, અને એટ્લે જ તેણીને કારની ટક્કરે ઉડાવી મૂકી

જે કેસમાં એ ડીવીઝન પોલીસ અને એલસીબી સહિતના સ્ટાફે બનાવ સમયના સીસીટીવી તપાસતા તેમાં મહિલાને જાણીજોઈને પાછળથી ટક્કર મારી હોવાનું સ્પસ્ટ દેખાતું હતું, પરંતુ ઇકો કાર નંબર પ્લેટ વગરની હતી, અને કાળા કાચ અને સફેદ કલરના આધારે આ કાર મૃતક મહિલાના નજીકના વિસ્તારમાં જ રહેતો આદીલખાન હનીફખાન લોદી પઠાણ ઉ.૨૮ ચલાવતો હોવાનું સામે આવ્યું હતું અને બનાવના દિવસથી ગુમ હતો.

b5 10 મહિલા મારા આડા સબંધનું રહસ્ય જાણી ગઈ હતી, અને એટ્લે જ તેણીને કારની ટક્કરે ઉડાવી મૂકી

જેને લઈને એલસીબીએ તેને બાતમીના આધારે ઉના ખાતે રહેતા તેમના માસી રોશનબેન પઠાણના ઘરે હોવાની બાતમી મળતા પોલીસે તેને ઉના પટેલ ગેસ્ટ હાઉસ પાછળથી ઝડપી લઈને જૂનાગઢ લાવી આકરી પૂછતાછ કરતા તેણે જ હત્યા કરી હોવાનું કબુલ્યું હતું. પોલીસે જણાવ્યું કે, આદીલખાનને કોઈ સાથે આડાસંબંધ હોય જે બાબતે મૃતક મહિલાને ખ્યાલ આવી જતા તે બધાને કહી દેશે જેથી બદનામી થશે. જેના કારણે તેને પતાવી દેવા માટે પૂર્વ યોજિત કાવતરું રચીને હત્યાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ કેસમાં હજુ બીજું કોઈ સંડોવાયેલ છે કે કેમ તે દિશામાં તપાસ કરવા માટે પોલીસે તપાસ શરુ કરીને અકસ્માતના બનાવમાં હત્યાની કલમનો ઉમેરો કર્યો છે.

Canada / કેનેડામાં સ્વામિનારાયણ મંદિરમાં ખાલિસ્તાની સૂત્રો લખાયા, ભારત કહ્યું, –