Not Set/ રાજકોટમાં બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટ્યો, 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત

રાજકોટમાં નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજનો પિલરનો ભાગ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટતા બે વ્યક્તિને ઇજાઓ પહોંચી છે.

Gujarat Rajkot
પિલરનો
  • બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટ્યો
  • નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજનો બનાવ
  • સમગ્ર ઘટનામાં બે લોકો થયા ઇજાગ્રસ્ત
  • બ્રિજના 14 નંબરના પિલરમાં દુર્ઘટના

રાજકોટમાં નવનિર્મિત ફ્લાય ઓવરબ્રિજનો પિલરનો ભાગ તૂટ્યો હોવાનું સામે આવ્યું છે. બ્રિજના પિલરનો સપોર્ટનો ભાગ તૂટતા બે વ્યક્તિને ઇજાઓ પહોંચી છે. ફ્લાય ઓવરબ્રિજના 14 નંબરના પિલરમાં દુર્ઘટના સર્જાઈ છે. જોકે, સદનશીબે મોટી દુર્ઘટના થતા અટકી છે.

આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 16,617 કેસ નોંધાયા, જયારે 19 નો મોત થયા

આપને જણાવી દઈએ કે ઓવરબ્રિજના મેઇન પિલરો નમી પડ્યા હતો. તો બીજી બાજુ રાત હોવાથી મજૂરો પણ કામ કરતા ન હોવાથી જાનહાનિ ટળી છે. ઘટનાને પગલે આસપાસમાંથી પસાર થતા વાહનચાલકો પણ થોડીવાર માટે થંભી ગયા હતા. આ બ્રિજ નમીને બાજુમાંથી પસાર થતા મુખ્ય હાઇવે પર પડત તો મોટી જાનહાનિ થઈ શકે તેમ હતી. રાજકોટમાં અમદાવાદની જેમ બ્રિજનું કાચુ બાંધકામ ધરાશાયી થતા લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે.

નવ નિર્માણ થઈ રહેલા ઓવરબ્રિજના 14 નંબરના પિલરનો કોંક્રિટનો ભાગ તૂટી પડ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે મોડી રાતે 4થી 5 વાગ્યે આ બનાવ બન્યો હતો. હાલ નબળા ભાગને દૂર કરવા વેલ્ડિંગ અને જેસીબી મશીન કામે લગાડવામાં આવ્યા છે.

આ પણ વાંચો :કેનેડામાં મૃત્યુ પામેલા લોકો અંગે પૂર્વ ડે.CMનું નિવેદન, કહ્યું- અહીં તકો મળતી નથી એટલે…

આ પણ વાંચો :જુહાપુરામાં કાતીલ હસીનાની પતિને ધમકી, આજે કાગળો સળગાવ્યા છે, હવે તને પણ…

આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લા આદમી પાર્ટીની ટીમ બરખાસ્ત કરતી પ્રદેશ ટીમ

આ પણ વાંચો :સુરેન્દ્રનગર સહિત 3 પાલિકામાં સ્ટ્રીટ લાઇટનું રૂ. 35.62 કરોડનું બિલ બાકી , વિજ જોડાણ કાપવાની નોટીસ ફટકારાતા