દુનિયામાં કોરોનાનાં કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તેમા હવે ભારત પણ પાછળ રહ્યુ નથી. દૈનિક દોઢ લાખથી વધુ કેસ ભારતમાં રોજ આવી રહ્યા છે. ત્યારે આજે એટલે કે રવિવારે કોરોનાનો આંક અઢી લાખને વટાવી ગયો હતો. ત્યારે હવે તાજેતરમા ગુજરાતનો છેલ્લા 24 કલાકનો આંક સામે આવ્યો છે, જેણે સૌ કોઇને ચોકાવી દીધા છે.
આ પણ વાંચો – દિલ્હી / સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે,નાણા મંત્રી નિર્મલાસીતારમણ 1 ફેબ્રુઆરીએ સામાન્ય બજેટ રજૂ કરશે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં નવા કેસ 16,617નોંધાયા છે. જેમા સૌથી વધુ કેસ અમદાવાદ માં 6191 નોંધાયા છે. વળી સુરતમા પણ આ કેસમા કોઇ ઘટાડો જોવા મળ્યો નથી. સુરતમા છેલ્લા 24 કલાક 1512 માંનોધાયા છે. ઉપરાંત વડોદરામાંં કોરોનાનાં2876 કેસ, રાજકોટમાં410 ,ગાંધીનગરમાં કેસ નોંધાયા 398 છે
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ 398કરવામાં આવ્યા છે. રાજ્યમાં કુલ એક્ટિવ 1,34,837 કેસની સંખ્યા છે. જ્યારે આ સમયગાળામાં કોરોનાથી દર્દીઓનાં 19 મોત થયા છે. રાજ્યમાં કુલ કેસનો આંકડો10,71,818 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાને હરાવી ઠીક થયેલા દર્દીઓની સંખ્યા 9,17,469 ગઇ છે.
રાજ્યમાં કોરોનાના કેસમાં થયો ઘટાડો
રાજ્યમાં કોરોનાથી આજે 19 દર્દીઓના મોત
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 16,617 કેસ
અમદાવાદમાં સૌથી વધુ 6191 કેસ
વડોદરામાં 2876, સુરતમાં 1512 કેસ
રાજકોટમાં 410, ગાંધીનગરમાં 398 કેસ
છેલ્લા 24 કલાકમાં 11,636 લોકો ડિસ્ચાર્જ
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 1,34,837
રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો 10,71,818
રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 9,17,469
