Not Set/ VIDEO: LIVE આપઘાત, યુવકે ટ્રેન નીચે ઝંપલાવ્યું, મૃતદેહ એન્જીનમાં ભરાયો

રેલવે વિભાગની ધીમે ધીમે બેદરકારી વધી રહી છે. એવામાં ગુજરાતમાં ફરી એક વખત રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે. વાંકાનેર તરફથી રાજકોટ આવતી ટ્રેનનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં એક યુવકનો મૃતદેહ ટ્રેનની આગળ ઢસડાઈ રહ્યો છે. મળતી વિગતો મુજબ આ યુવક ટ્રેનમાં જ સવારી કરી રહ્યો હતો અને ટ્રેનમાંથી તે નીચે […]

Gujarat
sddefault 8 VIDEO: LIVE આપઘાત, યુવકે ટ્રેન નીચે ઝંપલાવ્યું, મૃતદેહ એન્જીનમાં ભરાયો

રેલવે વિભાગની ધીમે ધીમે બેદરકારી વધી રહી છે. એવામાં ગુજરાતમાં ફરી એક વખત રેલવે વિભાગની બેદરકારી સામે આવી છે. વાંકાનેર તરફથી રાજકોટ આવતી ટ્રેનનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં એક યુવકનો મૃતદેહ ટ્રેનની આગળ ઢસડાઈ રહ્યો છે. મળતી વિગતો મુજબ આ યુવક ટ્રેનમાં જ સવારી કરી રહ્યો હતો અને ટ્રેનમાંથી તે નીચે પટકાયો. પરંતુ તેનું ટીશર્ટ ટ્રેનમાં આવી જતા તે ફસાઈ ગયો અને મૃત્યુ પામ્યો. ત્યાર બાદ ઘણા કિલોમીટર સુધી તેનો મૃતદેહ ટ્રેનની આગળના ભાગમાં લટકતો રહ્યો અને ટ્રેન ચાલતી રહી. ટ્રેનના  ગાર્ડે પણ આ યુવકના મૃતદેહને જોયો. તેમ છતાં યુવકના મૃતદેહને અલગ ન કરીને તેવી જ સ્થિતિમાં રહેવા દીધો. આખરે સ્ટેશન આવતા ટ્રેન ધીમી પડી અને  રેલવે પોલીસે ઘટના અંગે તપાસ હાથ ધરી. જો કે એવી પણ વાત સામે આવી છે કે યુવકે આત્મહત્યા કરવા માટે ટ્રેનમાંથી કુદકો લગાવ્યો હતો એ દરમિયાન તેનું ટીશર્ટ ટ્રેનમાં ફસાઈ ગયું..પરંતુ તેણે ખરેખર આત્મહત્યા કરવા માટે જ કુદકો લગાવ્યો હતો કે પછી તેને કોઈ અન્ય વ્યક્તિએ ધક્કો માર્યો હત તે પણ તપાસનો વિષય છે. મરનાર યુવક વિસીપરાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેના મોતને લઈને તેના પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.