Not Set/ રાજ્યમાં સતત માથું ઉચકતો કોરોના, છેલ્લા 24 કલાકમાં નોધાયાં 810 નવા કેસ

બેકાબુ કોરોના

Gujarat Others Trending

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ વકરેલો કોરોના સતત માથું ઊંચકી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર છેલ્લાં 24 કલાકમાં 810 નવા કોરોના કેસ સામે આવ્નોયા છે. જે સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો  2,78,207  પર પહોંચ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2 લોકોનાં મૃત્યુ થયા છે. જે સાથે અત્યાર સુધીમાં કુલ 4424 લોકોનાં મોત નિપજ્યાં છે.
રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 586 છે. ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 269361 છે.
રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 4422 છે.