Junagadh News/ જુનાગઢમાં માંગરોળ-મરીન પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

ચોકપોસ્ટ પરથી ટ્રક પસાર થવા દેવા માટે 6,500ની લાંચ લેતા એસીબીની જાળમાં ફસાયો

Top Stories Gujarat Others

Junagadh News : જુનાગઢના માંગરોળ-મરીન પોલીસ સ્ટેશનનો લાંચિયો પોલીસ કોન્સ્ટેબલ એન્ટી કરપ્શન બ્યુરો(ACB)ના છટકામાં ફસાયો હતો. આ બનાવની વિગત મુજબ આ કેસના ફરિયાદીના કાકાની ટ્રકો પોરબંદરથી બોક્સાઈડ ભરીને અમરેલી ખાલી કરવા જતી હતી. જે બોક્સાઈડ ટ્રકો રોયલ્ટી પાસ અને અંડરલોડ હોવાછતા માંગરોળ- મરીન પોલીસ સ્ટેશનનો પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રસિંહ કે.સીસોદીયા ટ્રકો રોકતો હતો. આથી ફરિયાદી સીસોદીયાને રૂબરૂ મળતા પોલીસ કોન્સ્ટેબલે ટ્રકો ચેક પોસ્ટથી પસાર થવા દેવા માટે એક ટ્રક દીઠ રૂ.500 લેખે ચાર ટ્રકના ચાર મહિનાના રૂ.8,000 ની લાંચની માંગણી કરી હતી.

બીજીતરફ ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ કરતા એસીબીની ટીમે માંગરોળ મરીન પોલીસ સ્ટેશન ખાતે જાળ બિછાવીને રૂ.6,500 ની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેહલ ચંદ્રસિંહ સાસોદીયાને રંગેહાથ ઝડપી લીધો હતો. પોરબંદર એસીબીના પીઆી ભી.કે.ગમાર અને ટેમની ટીમે આ કામગીરી બજાવી હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: એસટી બસમાં 40ની કેપેસીટીમાં ઠૂસીઠૂસીને 115 લોકો કરે છે મુસાફરી

આ પણ વાંચો: વરસાદે રાજ્યમાં એસટીના પૈડાને મારી બ્રેક, 433 રૂટ થયા બંધ

આ પણ વાંચો: ખેડામાં એસટી બસમાં પેસેન્જરને ખેંચ આવતા બેભાન