Gandhinagar News: રાજ્યમાં ચાલતી શ્રીકાર વર્ષાના લીધે એસટીના પૈડાને બ્રેક મારી છે. રાજ્યના અનેક રસ્તાઓ વરસાદ પ્રભાવિત થતા એસટી બસો હાલમાં રીતસરના ડેપોમાં પડી રહી છે. રાજ્યમાં શ્રાવણમાં શ્રીકાર વર્ષા થઈ રહી છે અનેક જિલ્લાઓને મેઘરાજાએ ઘમરોળી નાખ્યા છે. ભારે વરસાદથી નદી-નાળા છલકાયા છે. મુશળધાર વરસાદથી રાજ્યના અનેક રસ્તાઓ બંધ થયા છે, તો સેંકડો ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. તેના લીધે રાજ્યમાં એસટીમાં દૈનિક ધોરણે અપડાઉન કરતાં નોકરિયાતો ઉપરાંત પ્રવાસીઓ પર પણ અસર પડી છે.
જોકે આ તો માત્ર ટ્રેલર છે. પિક્ચર તો હજુ બાકી છે. કારણકે, રાજ્યમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે, 26 ઓગસ્ટ રાજ્યમાં ભારે વરસાદને લઈને એસ ટી વ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યભરમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. એસ.ટી બસ પરિવહનને વરસાદની ભારે અસર થઈ છે. વરસાદને લઈ રાજ્યભરના 433 રૂટ બંધ થયા છે જ્યારે છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, આણંદ અને ખેડાનાં રૂટ પર અસર થઈ છે. રાજ્યમાં 433 રૂટ બંધ કરતા 2081 ટ્રીપ કેન્સલ થઈ છે. 14512 રૂટ પૈકી 433 રૂટ બંધ છે તેમજ 40515 ટ્રીપ પૈકી 2081 ટ્રીપ બંધ થઈ છે.
રાજકોટમાં મહિલા કોલેજ અંડરપાસ પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે અડંર પાસમાં પાણી ભરાતા રસ્તા બંધ કરાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં 9 ઇંચ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદના કારણે રસ્તો બંધ થતા લોકોને હાલાકી ભોગવી રહ્યાં છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 251 તાલુકા મેઘમયઃ પંચમહાલના મોરવા હડફમાં 13 ઇંચથી વધુ વરસાદ
આ પણ વાંચો: પાટણના સિધ્ધપુરમાં સવારથી ધોધમાર વરસાદ , ઘરોમાં ઘૂસ્યા પાણી
આ પણ વાંચો: મેઘો મુશળધાર, અમદાવાદમાં સતત બીજા દિવસે ભારે વરસાદની હેલી
આ પણ વાંચો: ગુજરાત માટે 48 કલાક ભારે, તંત્રમાં હરકતમાં, મુખ્ય સચિવે બેઠક યોજી