Gujarat Weather/ પાટણના સિધ્ધપુરમાં સવારથી ધોધમાર વરસાદ , ઘરોમાં ઘૂસ્યા પાણી

પાટણ (Patan)ના સિદ્ધપુર (Siddhpur)માં આજે સવારથી વરસાદે માઝા મૂકતા ધોધમાર વરસાદ (Heavy Rain) ચાલુ થયો છે.

Top Stories Gujarat Others

Patan News: પાટણ (Patan)ના સિદ્ધપુર (Siddhpur)માં આજે સવારથી વરસાદે માઝા મૂકતા ધોધમાર વરસાદ (Heavy Rain) ચાલુ થયો છે. ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો જળબંબાકાર થયા. રાજ્યમાં વરસાદના બીજા રાઉન્ડમાં અનેક વિસ્તારોમાં કહેર વરતાયો છે. બે દિવસથી ચાલતા ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા. વરસાદી પાણી ઘરમાં ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું છે.

ઘરોમાં પાણી ઘૂસતા કરાયું સ્થળાંતર

સિધ્ધપુરમાં ગત સાંજથી અવિરત વરસાદ ચાલુ થયો છે. અત્યાર સુધીમાં સિધ્ધપુરમાં સાત ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો. ભારે વરસાદને પગલે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. સિદ્ધપુરમાં ઋષિ તળાવ વિસ્તાર, પેપલ્લ્લા વિસ્તાર પાણીમાં ગરકાવ થયો.

જૂની મિલની ચાલી અને ઉમા પાર્ક સોસાયટીના ઘરોમાં પાણી ભરાતા ઇલેક્ટ્રોનિક્સ સામાનને વધુ નુકસાન થયું. અન્ડર પાસમાં પાણી ભરાતા લોકોના વાહનો ફસાઈ ગયા. વાહનચાલકોને આવન-જાવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.

આ ઉપરાંત સિદ્ધેશ્વરી સોસાયટી અને બુરહાની સોસાયટીના ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. વરસાદને પગલે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ધોધમાર વરસાદના કારણે ઋષિતળાવ 200ના અને પેપલ્લ્લાના 80 લોકોનું સ્થાળાંતર કરવામાં આવ્યું. વરસાદમાં લોકો ઘરની બહાર ના નીકળી શકતા વહીવટી તંત્ર દ્વારા લોકો માટે ફૂડ પેકેટનું વિતરણ કરાયું. તંત્રએ પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરી. શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યાં.

રાજ્યમાં વરસાદ બેશુમાર

નોંધનીય છે કે રાજયમાં વરસાદની હેલી અનેક સ્થાનો પર જોવા મળી રહી છે. આજે સવારે ફરી કેટલાક સ્થાનો પર 6થી 8 વાગે ધોધમાર અવિરત વરસાદ ચાલુ થયો. રાજકોટના લોધીકામાં સૌથી વધુ 3.8 ઇંચ વરસાદ પડયો. જ્યારે સુરેન્દ્રનગરના થાનગઢમાં 2.64 ઇંચ વરસાદ અને ચોટીલામાં પણ 2.2 ઇંચ જેટલા વરસાદે ખેતરોને નુકસાન પંહોચાડયું છે. જયારે મોરબીના વાંકાનેરમાં 2.56 ઇંચ વરસાદ અને ખેડાના મહુધામાં 2.12 ઇંચ વરસાદ પડતા માર્ગો પર પાણી ફરી વળતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ઓરંગા નદીના પાણી ઓસર્યા, પુલ-માર્ગો થયા જર્જરિત

આ પણ વાંચો: ડાંગમાં અનેક ગામો થયા સંપર્કવિહોણાં

આ પણ વાંચો: ગુજરાતમાં રહેશે આજે વરસાદી માહોલ, ક્યાં અપાયું છે એલર્ટ